જામનગરમાં વીજતંત્ર દ્વારા સતત ચોથા દિવસે ચેકિંગ દરમિયાન વધુ ૨૨.૭ લાખની વીજચોરી પકડાઈ

On: December 2, 2021 12:07 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– કનેકિંગ દિવસ દરમિયાન ૪૦ લાખથી વધુની વીજચોરી પકડી પાડયા પછી આજે સતત ત્રીજા દિવસે પણ વીજ ચેકિંગ

– શહેરના સ્લમ વિસ્તારો ઉપરાંત સચાણા બાલાચડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે ચેકિંગ

જામનગર તા ૧, 

જામનગર શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન વીજ તંત્રએ ઓચિંતા દરોડા પાડી કેટલાક વીજજોડાણો માથી રૂપિયા ૪૦ લાખથી વધુની વીજચોરી પકડી પાડી છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ શહેરના અમુક વિસ્તારોમાં વિજ  ચેકિંગ ની કાર્યવાહી ચાલુ રાખી છે, સાથોસાથ બાલાચડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે ફુલ ૩૫ વીજચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી હતી. જેમાં ૧૯ લોકલ પોલીસ, ૧૪ એક્સ આર્મી મેન તથા ત્રણ વીડિયોગ્રાફર ની મદદ લેવામાં આવી છે, અને જામનગર શહેરના ખાસ કરીને બેડી થરી પાડો વિસ્તાર, બેડી બંદર રોડ, ધરાનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સાથોસાથ જામનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ નો વ્યાપ વધારવામાં આવ્યો છે, અને સચાણા, બાલાચડી સહિતના દરિયાકિનારાના વિસ્તારોમાં પણ વિજ ચેકિંગ  કરવામાં આવી રહ્યું છે જેને લઇને વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!