[ad_1]
મોડાસા,તા. 1
વેસ્ટન ડિસ્ટર્બન્સને લઈ રાજયમાં ૧૨ દિવસમાં બીજીવાર
માવઠાની સ્થિતિ સર્જાઈ છે. લો-પ્રેશરથી સર્જાયેલ કમોસમી વરસાદની આગાહી વચ્ચે
અરવલ્લી જિલ્લામાં ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો.ભિલોડાના મોડાસા પંથકના
ઈસરોલ, જીવણપુર અને મરડીયા તેમજ માલપુર તાલુકાના મોરડુંગરી,ભેમપુર અને મહિયાપુર પંથકમાં વરસેલા વરસાદી છાંટાથી ખેડૂતોમાં ચિંતાના
વાદળો છવાયા હતા.
જિલ્લામાં માવઠા
અને તોફાની પવનની આગાહી વચ્ચે તંત્ર દ્વારા જરૂરી તકેદારી દાખવવા ખેડૂતો,વેપારીઓ
અને પ્રજાજનોને તાકીદ કરાઈ હતી.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈ રાજયભરમાં ગત ૧૮
મી નવેમ્બરે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગ્લોબલ વોર્મીંગની વ્યાપક અસરો વચ્ચે ૧૨ જ
દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરોને લઈ ૩૦ નવેમ્બરથી ૩ ડીસેમ્બર સુધી રાજયમાં
માવઠાની આગાહી કરાઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા
વાતાવરણ છવાયું છે,અને બુધવારના રોજ જિલ્લાના કેટલાક
વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા વરસતાં જનજીવન પ્રભાવીત બન્યું હતુ. હવામાન ખાતાની
આગાહી વચ્ચે જિલ્લાના મોડાસા તાલુકાના ઈસરોલ, જીવણપુર અને
મરડીયા સહિત મોડાસાની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. જયારે માલપુર
તાલુકાના મોરડુંગરી,ભેમપુર અને મહિયાપુર પંથકમાં પણ માવઠું
થતાં ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી. જિલ્લામાં કમોસમી વરસાદ અને તોફાની પવનની આગાહી
વચ્ચે તંત્ર દ્વારા ખેડૂતો,વેપારીઓને જરૂરી તકેદારી દાખવવા
સુચનાઓ અ૫ાઈ છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર.પટેલ દ્વારા માવઠા દરમ્યાન જરૂરી
કાળજી લેવા માર્ગદર્શિકા જારી કરાઈ હતી. અને ખેતરોમાં ખુલ્લામાં પડેલ ખેત પેદાશોને
સુરક્ષિત કરવા,શકય હોય તો હાલ વાવણી,વેચાણ
મુલત્વી રાખવા પણ જણાવાયું છે. આ વરસાદી સ્થિતિમાં દવાનો છંટકાવ ટાળવા અને બાગાયતી
પાકોમાં કાળજી લેવા તંત્ર દ્વારા જણાવાયું હતું.
જિલ્લાવાસીઓ દ્રીધામાં ઃ જેકેટ પહેરવું કે રેઈનકોટ ?
દેશના ઉત્તરી ભાગોમાં હિમવર્ષાને લઈ જિલ્લામાં છેલ્લા બે
ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યું હતું. કકડતી ઠંડીમાં બદલાયેલા હવામાન બાદ વાદળછાયા
વાતાવરણ વચ્ચે વરસાદી છાંટાથી જનજીવન પ્રભાવીત થયું છે. ત્યારે આવી સ્થિતિમાં
જેકેટ પહેરવું કે રેઈન કોટ એવી દ્વિધા જિલ્લાવાસીઓમાં વર્તાઈ રહી છે.
માર્કેટયાર્ડોમાં ખેડુતો ગયા જ નહીં
સંભવિત માવઠાને લઈ માર્કેટયાર્ડો તરફથી ખેડુતોને સુચના આપી દેવામાં
આવી હતી જેથી ખેડુતો પોતાની જણસ વેચવા માટે માર્કેટયાર્ડોમાં ગયા જ નહોતા અનેક માર્કેટયાર્ડોમાં
મગફળી અને કપાસ જેવો પાક ખુલ્લામાં પડયો હતો તે અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયો
હતો. જે તે માર્કેટયાર્ડો તરફથી ખેડુતોને જરૂરી સુચના આપી દેવામાં આવી હતી અને વાતાવરણ
પુર્વતત ન થાય ત્યાં સુધી ખેત ઉત્પાદનો લઈ ને આવવા માટે પણ કહી દેવામાં આવ્યું હતુે.
[ad_2]
Source link






