[ad_1]

સુરત, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર
પાંડેસરાની જીઆઇડીસીમાં રહેતા એક રિક્ષાચાલકે દેવું વધી જતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષાચલાક રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને પુત્રીના અભ્યાસ માટે ઘર વેચી નાંખ્યુ હતુ. જેના કારણે દેવું વધી ગયું હતું પરંતુ માથે દેવું થઇ જતા પરિવારે આધેડને ઘરમાંથી કાઢી મુક્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ફૂટપાથ ઉપર રહીને જીવન ગુજરાતા આ આધેડે ઇલેક્ટ્રીક વાયર પકડીને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર પાંડેસરા જીઆઇડીસીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જબલપુર નો રહેવાસી શફરત અલી બાબુખાન છેલ્લા 20 વર્ષથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ તેમની પુત્રીને ભણાવવા માટે પોતાના ત્રણ ઘર વેચી નાંખ્યા હતા, જેના કારણે દેવું થઇ જતાં ઘરમાં કંકાસ વધ્યો હતો. શફરતભાઇને તેમની જ પત્ની અને પુત્રીએ ઘરમાંથી કાઢી મુક્યા હતા.
છેલ્લા બે મહિનાથી શફરતભાઇ જબલપુરમાં ભટકી રહ્યા હોવાછતાં પરિવારને જરા પણ દયા આવી ન હતી. છેલ્લા સાત દિવસથી તે સુરતના વિવિધ રસ્તાઓના ફૂટપાથ ઉપર રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા. અંતે જીંદગી થી કંટાળીને શફરતભાઇએ એક ઇલેક્ટ્રીક વાયર પકડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં શફરતભાઇએ ડોક્ટરોને પણ પોતાની આપવીતી કહેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. હાલમાં શફરતઅલીને સિવિલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
શફરતઅલીએ નવી સિવિલમાં ડોક્ટરોને કહ્યું હતું કે, મારા ઘર મારા સસરાએ જ ભાગ્યું છે. મારો પરિવાર મારો રહ્યો નથી. મારા સસરા બીએસએનએલ કંપનીમાં નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત છે.તેમની પાસે વધારે રૂપિયા હોવાથી મારા પરિવારને મારાથી દૂર કરી નાંખ્યો છે. જેથી જીંદગી જીવવામાં હવે મને રસ રહ્યો નથી એટલે જ આત્મહત્યા કરી હતી પરંતુ સંજોગોવસાત બચી ગયો.
[ad_2]
Source link






