[ad_1]

આ વર્ષે નીટ-યુજી કોર્સીસ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વધ્યું
871 વિદ્યાર્થીએ પિન લીધા બાદ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આજે છેલ્લો દિવસ
અમદાવાદ : ધો.12 સાયન્સ પછીના નીટ આધારીત મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સીસમાં પ્રવેશ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે.આ વર્ષે 25315 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે.જ્યારે 871 વિદ્યાર્થીએ પિન લીધા બાદ પણ રજિસ્ટ્રેશન કરાવ્યુ નથી.રજિસ્ટ્રેશન બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આજે છેલ્લો દિવસ છે.
મેડિકલ-ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે નીટનું પરિણામ આવ્યા બાદ રાજ્યની પ્રવેશ સમિતિ દ્વારા આયુર્વેદ-હોમિયોપેથીની સ્ટેટ ક્વોટાની તેમજ 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા અને બાકીના કોર્સમાં સ્ટેટ ક્વોટાની બેઠકો માટે કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવ્યુ હતુ. જે આજે પૂર્ણ થઈ ગયુ છે.
26186 વિદ્યાર્થીએ પિન લીધા હતા પરંતુ જેમાંથી 871 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ નથી અને આજે સાંજ સુધીમાં 25315 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે. રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોઈ આવતીકાલે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે.જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ ફાઈનલ મેરિટમાં સમાવેશ થશે.
રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓમાં ઓપન કેટેગરીના 5453, એસસીના 2666, એસટીના 2445, અએસઈબીસીના 9087, ઈડબલ્યુએસના 5664 વિદ્યાર્થીઓ છે. એનઆરઆઈ ક્વોટામાં 226 અને પીએચ કેટેગરીમાં 81 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે.
ગત વર્ષે 24 હજારથી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ અને 23800 જેટલા વિદ્યાર્થી મેરિટમાં હતા.આ વર્ષે રજિસ્ટ્રેશન એક હજાર જેટલુ વધ્યુ છે.આ વર્ષે મેડિકલમાં 5500,ડેન્ટલમાં 1300,આયુર્વેદમાં 2700 સહિત ચારેય કોર્સની 12 હજારથી વધુ બેઠકો છે.જેની સામે બમણાથી વધુ વિદ્યાર્થીઓ છે.
પ્રવેશ સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની, એનઆરઆઈ સ્ટુડન્ટસના ડોક્યુમેન્ટની અને અનામત કેટેગરીના સર્ટિફિકેટની ચકાસણી કર્યા બાદ મેરિટ જાહેર થશે.પરંતુ સુપ્રિમકોર્ટમાં પેન્ડિંગ કેસ મુદ્દે અને નીટ-પીજી કાઉન્સેલિંગ એક મહિનો સ્થગિત કરાતા યુજીમાં પણ મેરિટ અને ચોઈસ ફિલિંગ-સીટ એલોટમેન્ટની પ્રક્રિયામાં ઘણો વિલંબ થશે.
સ્ટેટ ક્વોટા માટે સ્ટેટ કેટેગરી ધ્યાને લેવા તાકીદ
યુજી-મેડિકલની નીટ લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરિણામ અને ઓલ ઈન્ડિયા ક્વોટા રેન્ક-મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયા બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના જાહેર કરવામા આવી છે.એનટીએ દ્વારા જે પરિણામ અને મેરિટ તૈયાર કરાયુ છે તે વિદ્યાર્થીએ નીટના ફોર્મમા ભરેલી નેશનલ કેટેગરી અને નેશનલ કમિશનના ક્રાઈટેરિયાના આધારે તૈયાર થયુ છે.જે તે રાજ્યના વિદ્યાર્થીએ પોતાના સ્ટેટ ક્વોટાની બેઠકોમાં પ્રવેશ માટે જે રાજ્યના પોતાના અનામતના નિયમો મુજબ સ્ટેટ કેટેગરી પ્રવેશ માટે ધ્યાને લેવાની રહેશે અને સ્ટેટ કાઉન્સેલિંગ કમિટી (પ્રવેશ સમિતિ)એ પોતાના સ્ટેટના નિયમો મુજબ મેરિટ લિસ્ટ તૈયાર કરવાનું રહેશે અને ડોમિસાઈલના નિયમો મુજબ પ્રક્રિયા કરવાની રહેશે.
[ad_2]
Source link






