Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એમ.એસ.યુનિ.ની સેનેટની ચૂંટણી સરકારની લીલી ઝંડી બાદ જ યોજાશેઃ

On: November 28, 2021 8:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનુ કોકડુ ગૂંચવાયુ છે.કારણકે યુનિવર્સિટી સત્તાધીશોએ હવે જ્યાં સુધી સરકારની સૂચના ના મળે ત્યાં સુધી ફોર્મ ભરવા સિવાયની બીજી કોઈ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો છે.

યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સરકારે અગાઉ પરિપત્ર મોકલીને સૂચના આપી હતી કે, યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી યોજતા પહેલા પણ સરકારનુ માર્ગદર્શન મેળવવુ.જેના પગલે અમે ગયા સપ્તાહે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યુ છે.ત્યાં સુધી સેનેટની તમામ કેટેગરીની બેઠકો માટે માત્ર ફોર્મ ભરવાની કાર્યવાહી જ ચાલુ રહેશે.એ પછી ઉમેદવારીપત્રોની ચકાસણી, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની કાર્યવાહી કરવા માટે ચૂંટણી યોજવા માટે સરકારના માર્ગદર્શનની રાહ જોવામાં આવશે.સરકાર દ્વારા આગળ જે સૂચના અપાશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, સરકારને અમે યુનિવર્સિટી સેનેટની ચૂંટણી, તેના નિયમો તેમજ ચૂંટણીના ટાઈમ ટેબલ સહિતની તમામ વિગતો મોકલી આપી છે અને હવે સરકારના આગળની સૂચનાની રાહ જોવાઈ રહી છે.સરકારને ગયા સપ્તાહે જ અમે પત્ર લખ્યો હતો.જેનો હજી સુધી જવાબ મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ૧૪ બેઠકો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૭ નવેમ્બર હતી.એ પછી આજે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાવાની હતી.પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોએ આ કાર્યવાહી આજે હાથ નહીં ધરતા ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાયા છે.આ પહેલા સંકલન સમિતિ જૂથના સભ્યો તથા એબીવીપી દ્વારા ભરતી વિવાદના પગલે સેનેટની ચૂંટણી પાછી ઠેલવાની માંગ થઈ ચુકી છે ત્યારે યુનિવર્સિટીએ પણ રહી-રહીને સરકારનુ માર્ગદર્શન માંગતા ચૂંટણીને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. સરકારની સૂચના ના આવે ત્યાં સ ુધી એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની કાર્યવાહી અટકાવી દેવાના યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય સામે ઉમેદવારોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

સેનેટની ચૂંટણી  માટે સરકારનો અભિપ્રાય લેવાની જરુર જ નથી  

ટેકનોલોજી ફેકલ્ટીના સેનેટ સભ્યનુ કહેવુ હતુ કે, યુનવર્સિટીની સેનેટની ચૂંટણી બંધારણીય  પ્રક્રિયા છે અને યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી ચાલતી આવે છે.આ માટે સરકારની સૂચના કે માર્ગદર્શનની જરુર પણ હોતી નથી.જુલાઈ મહિનામાં યુનિવર્સિટીએ નોટિફિકેશન બહાર પાડયુ હતુ અને એ પછી આગળની કાર્યવાહી કરી હતી.હવે જ્યારે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થવા આવી છે ત્યારે જ સત્તાધીશોએ જાહેર કર્યુ છે કે, સરકાર લીલી ઝંડી નહીં આપે ત્યાં સુધી ફોર્મની ચકાસણી નહીં થાય.સત્તાધીશોના  આ પ્રકારના નિર્ણય સામે રજૂઆત કરવામાં આવશે અને વિરોધ પણ કરવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!