ઉક્રેનમાં ફસાયેલ ભારતીયોની વતનવાપસી કરાવવાનો ભારત સરકારનો પ્રયાસ સરાહનીય : ગુલાબ રોહિત 

On: March 3, 2022 8:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેલવાસ. ભાજપ નેતા ગુલાબ રોહિતએ   ઉક્રેનમાં ફસાયેલ ભારતીયોની વતનવાપસી કરાવવાનો ભારત સરકારના પ્રયાસોની સરાહના કરી છે. ભાજપ એસસી મોર્ચાનાં સેલવાસ જિલ્લા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતએ કહ્યું કે ઉક્રેનમાં યુદ્ધનાં કારણે ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ધણાં દેશોનાં હજારો નાગરિકો ઉક્રેનમાં ફસાયેલા છે. એવા વિકટ પરિસ્થિતિમાં પણ ભારતનાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને વતન લવાય રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી ઉક્રેન અને રશિયાનાં રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરી ભારતીયોની વતનવાપસી કરાઈ રહ્યા છે. યુદ્ધ જેવા કટોકટીની પરિસ્થિતિમાં કોઈને પણ નિકાળવા મુશ્કેલ હોય છે. છતાં પણ આપણાં પ્રધાનમંત્રીશ્રીનાં પ્રયાસોથી ભારતીયોની વતનવાપસી થઈ રહી છે. આપણાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પણ સહિયારો પ્રયાસોથી આપણાં સંધ પ્રદેશનાં વિદ્યાર્થીઓ ઘરે આવી ગયા છે.જે વિદ્યાર્થીઓ અથવા ભારતીયો ઉક્રેનમાં ફસાયેલ છે, તેમણી વતનવાપસી કરાવવા ભારત સરકાર પ્રયત્નશીલ છે. લોકોને બસ ધૈર્ય રાખવાની જરૂર છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!