ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ ; કેરી પાક છેલ્લા ત્રણ વર્ષ થી ન આવતા ખેડૂતો ઝાડ કાપવા માંડયા 

On: February 6, 2022 4:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સતત પાંચ વર્ષ થી વાતવરણ માં આવેલા પલટા ને કારણે કેરી ગાળા નો સમય પાછળ ઠેલાઈ રહ્યો છે એટલું જ નહીં દર વર્ષે કેરી આંબે ઝૂલતી હોય એજ બરાબર સમયે વરસાદ આવતા અનેક ને નુકશાન થયું વળી જાન્યુઆરી ફેબ્રુઆરી માં પણ ફ્રલાવરીગ ની મૌસમ હોય વાદળ અને પ્રદુષણ ધૂમમ્સ ને કારણે અનેક ઝાડ ઉપર ફ્લાવરિંગ ન આવતા ખેડૂતો 30 થી 35 વર્ષ જુના આંબા ના ઝાડો કાપવા લાગ્યા છે 

દક્ષિણ ગુજરાત જેના માટે જાણીતું છે એ હાફૂસ કેરી નો પાક પાછલા પાંચ વર્ષ થી દર વર્ષે વતાવરણ ના માર ને લઈ ઓછો નોંધાઈ રહ્યો છે વળી ગત વર્ષે કેરી ઓ આંબે આવ્યા બાદ વાવાઝોડા સાથે આવેલા વરસાદે ખેડૂતો ઉપર કાળો કેર વર્તાવ્યો હતો અનેક ખેડૂતો નો પાક જમીન ડોશ થતા આર્થિક રીતે પાયમાલી ભોગવવી પડી હતી 

એક ઝાડ ને ઉછેર કરવા પાછળ ખૂબ મહેનત અને ધીરજ જોઈએ તોજ આંબા ના ઝાડ ને ઉછેરી સકાય છે વળી તે માવજત પણ ખૂબ માંગી લે એમ છે એ બાદ પણ સતત 3 વર્ષ સુધી પાક ન આવે તો બિચારો ખેડૂત જાય ક્યાં આજકાલ પારડી તાલુકાના ગામોમાં અનેક આંબા વાડી ધરાવતા ખેડૂતો ઝાડ કાપવા માંડ્યા છે 
એક ખેડૂતે જણાવ્યું કે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આવતી આંબે ફ્લાવરિંગ ની સિઝન માં જેટલા વધુ ફલાવર બસે એના ઉપર જ કેરીના પાક નો દારોમદાર રહે છે પરંતુ વાતવરણ અને ગ્લોબલ વોર્મિંગ ની અસર ને પગલે આજ થી 10 વર્ષ પહેલાં જેટલો પાક હતો એના કરતાં 50 ટકા થઈ ચૂક્યો છે એને બચાવવા માટે દરેક ખેડુત રાસાયણિક દવા નો સ્પ્રે કરે છે જેથી ફ્લાવર ને ટકાવી શકાય પણ એક આંબા વાડી માં એક વાર સ્પ્રે કરવા માં જ 20 હજાર થી 35 હજાર સુધી નો ખર્ચ થાય છે અને ત્રણ મહિના જાન્યુઆરી થી માર્ચ સુધીમાં કુલ 4 થી 5 વાર સ્પ્રે કરવાની ફરજ પડે છે 

અને સ્પ્રે કર્યા બાદ પણ જેટલો પાક જોઈએ એટલો પાક આવતો નથી એના કારણે માત્ર ખર્ચ કરી  કરી ને થાકેલા ખેડૂતો હવે વર્ષો જુના આંબા ના તોતિંગ ઝાડો કાપવા પ્રેરાયા છે અને ખાલી જમીન માં શેરડી અને શાકભાજી નો પાક લેશે નું જણાવી રહ્યા છે 

પારડી તાલુકાના મોટા ગામો છે વાઘછીપા, અંબાચ ,ગોયમાં,ડુમલાવ,પંચલાઈ,બરઈ,રોહીણા, જેવા ગામોમાં આંબાવાડી ધરાવતા મોટા ભાગના ખેડૂતો હવે આંબાવાડી નું કટિંગ શરૂ કરી દીધું છે જેને પગલે હવે ધીરે ધીરે કેરી નું ઉત્પાદન ઉપર તેની અસર જોવા મળે તો નવાઈ નહિ 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!