કોથળો ભરી ને મળેલી રૂપિયા ના બંડલ ની ઓફર લોકહિત માં ઠુકરાવનાર પૂર્વ ધારાસભ્ય નું નિધન

On: February 4, 2022 3:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
પૂર્વ ધારાસભ્ય સતું ભાઈ ઠાકરિયા

મહારાષ્ટ્ર અને ગુજરાત ના અલગ પડવા સમયે ઉમરગામ તાલુકાને ગુજરાત માં રાખવા માટે જેઓ પોતાના ઘર આંગણે આવેલ ઝાડ ઉપર સતત પાંચ દિવસ સુધી રાત વાસો કર્યો હતો અને તેને મળેલી રૂપિયા ના કોથળા ભરેલી ઓફરો પણ ઠુકરાવી હતી તેમજ ઉમરગામ ના લોકો મરાઠી નહિ પણ વારલી ભાષા બોલતા હોય જેથી મહારાષ્ટ્ર માં જોડવામાં આવે તો તકલીફ વધી જશે નું સરકાર ને સમજાવવા માં સફળ રહેલા પૂર્વ ધારાસભ્ય સતું ભાઈ ઠાકરિયા નું નિધન થયું છે તેઓ 97 વર્ષ ના હતા

ઉમરગામ તાલુકાનાં માંડા ગામે પ્લાટપાડા ખાતે સાધારણ જીવન જીવી રહેલા અને મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્ય એમ બન્ને રાજ્યનાં ધારાસભ્ય બનવાનું સ્વમાન ધરાવતા સતુભાઈ દેવુભાઇ ઠાકરીયાનું 97 વર્ષની જૈફ વયે 3 ફેબ્રુઆરી 2022 નાં રોજ બપોરે 1.15 કલાકે નિધન થયું છે.સતુભાઈ મહારાષ્ટ્ર રાજ્યનાં દહાણુ તાલુકાનાં ધારાસભ્ય તરીકે વર્ષ 1960 માં સેવા આપી હતી.વર્ષ 1960 માં મહારાષ્ટ્ર રાજ્યનું વિભાજન થતાં નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.ઉમરગામ તાલુકાને મહારાષ્ટ્રમાં સમાવવા સામે લાંબી લડત ચલાવી હતી .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!