
કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા આગામી તરીખ 28 ના રોજ ગોવા માં યોજાવા જઇ રહેલી પશ્ચિમી પરિષદ ની સ્થાયી સમિતિ ની વિશેષ બેઠક માં ગુજરાત ના ચાર ગામો ને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી માં સમાવેશ કરવાની શકયતા ઓ રહેલી છે ત્યારે ગુજરાત ની બોર્ડર ઉપર આવેલ રાયમળ,નગર,મધુબન જે મધુબન ડેમ ના કેચમેન્ટ એરિયા નજીક માં આવેલ ગામો છે જ્યાં જવા આવવા માટે લોકોને મુશ્કેલી છે એટલુંજ નહિ ડેમ નું પાણી કાયમ અહીં રહેવા થી કેટલોક વિસ્તાર પાણી માં જ રહે છે વળી તાલુકો કપરાડા હોવાને લઇ લગભગ 30 કિમિ ચકરાવો કાપી ને કોઈ પણ સરકારી દફતરે કામ હોય તો જવું પડે છે.તો બીજી તરફ મેઘવાડ એ ચારે તરફ થી દાદરા અને નગર હવેલી થી ઘેરાયેલું છે એટલે કે આસપાસ ના તમામ ગામો દાદરા નગર હવેલી માં જ્યારે એક નાનકડો ટાપુ જેવું ગામ મેઘવાડ ગુજરાત માં અને એનો પણ સમાવેશ હાલ કપરાડા તાલુકામાં હોય અહીં ના લોકો ની સમસ્યા છે કે સરકારી દફતરે કોઈ કામ હોય તો વાપી થઈ ને કપરાડા જાવ તો 75 કિમિ અને દૂધની થઈ ને કપરાડા જાવ તો 75 કિમિ આમ અહીંના લોકોની હાલાકી ખૂબ છે વળી જેતે વખતે કલેકટર વિક્રાંત પાંડે હતા અને ગુજરાત ના મુખ્ય પ્રધાન અનંદી બેન પટેલ હતા એજ સમયે મેઘવાડ ને દાદરા અને નગર હવેલી માં ભેળવી દેવાની રાજુઆત કરવામાં આવી હતી સરપંચો અને ગ્રામજનો પાસે સંમતિ પત્રો ઉપર સહી ઝુંબેશ પણ થઈ હતી પરંતુ તે પછી ફરી મેઘવાડ ને દાદરા અને નગર હવેલી સમાવેશ કરવાનું ભૂત ધુણ્યુ છે જોકે મોડે મોડે પણ જો સમાવેશ કરાય તો લોકો ની સમસ્યા હલ થશે





