

Rotary International District 3060 દ્વારા 55મી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ “The Thar Summit” ના કાર્યક્રમમાં શ્રી નિલમભાઇ ખોબાને માનવસેવા ક્ષેત્રે કરાયેલ શ્રેષ્ઠ કાર્ય નોંધ લઇને રાજસ્થાનમાં જોધપુર ખાતે Excellence in Service to Humanity Award 2024-25 એનાયત કરવામાં આવ્યો છે.
આ પુરસ્કાર Rotary International દ્વારા સમાજસેવામાં અનોખું યોગદાન આપનાર વ્યક્તિઓને માન્યતા આપવા માટે પ્રદાન થાય છે. શ્રી નિલમભાઇ ખોબાએ વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ અને માનવતાના ઉત્તમ કાર્યો દ્વારા સમાજહિત માટે નોંધપાત્ર પ્રદાન કર્યું છે, જેનાથી તેઓ માનવસેવાના એક પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
આ અવસરે, ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં હાજર રોટરી આગેવાનો અને પ્રતિનિધિઓએ શ્રી નિલમભાઇના કાર્યને બિરદાવ્યું અને તેમની ભાવિ પ્રવૃત્તિઓ માટે શુભેચ્છા પાઠવી.