108ટીમને મળેલા કોલ મુજબ દહિખેડ વીર પોંધા ગામ દર્દી નિર્મલા બેન અને બુરવડ (કોકણમાલ ફળીયા) ગામના મહિલા દર્દી શીલાબેન જેને પ્રે્નન્સી નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ કપરાડા 3 (માંડવા)108 ના ઈ એમ ટી પ્રિયંકા પટેલ અને પાયલોટ મલેશભાઈ ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ સરકારી હોસ્પિટલ નાનાપોંઢા જવા રવાના થયા હતા. ચોથી ડિલિવરી હતી .દર્દી જોખમી હતી.દર્દી ને ત્યાં થી લઇ આગળ જતા અડધે રસ્તે પ્રેગ્નન્સી નો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી ત્યાં જ 108 ની ટીમ ઈ એમ ટી પ્રિયંકા પટેલ એ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ડિલિવરી માં થોડી તકલીફ પડી હતી પરતું સફળતા પુર્વક ડિલિવરી કરાવી હતી.ડિલિવરી થયા પછી તરત જ ઈ એમ ટી પ્રિયંકા પટેલ એ 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર સૌરભ સર અને મિહિર સર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દી ને જરૂરી ઇન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી દર્દી (માતા અને બાળક) ને સહી સલામત સરકારી હોસ્પિટલ નાનાપોંઢા ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ દર્દી ના પરિવારે 108 ના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.