ધરમપુર કપરાડા માં સમાજ સેવા ને નામે રજીસ્ટર કરાવેલા ટ્રસ્ટ માં કેટલા હેતુ લક્ષી કામો કરે છે ?

0
197

કેટલાક ટ્રસ્ટ માં તો 30 વર્ષ ઉપરાંત થી ઓડિટ થયા નથી ચેરિટી કમિશનર તપાસ કરાવે તે જરૂરી 

વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં આદિવાસીઓના નામે સમાજ સેવાની કામગીરી કરવા માટે અનેક ચેરીટેબલ ટ્રસ્ટો તેમજ અનેક મંડળીઓ દ્વારા ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવ્યા છે જેમના નામે સમાજ સેવાના નામે અનેક દાતાઓ પાસે લાખો રૂપિયા નું ઉઘરાણું કરવામાં આવે છે અને સમાજ સેવાની કામગીરી કરાતો હોવાનું ફોટો સેશન કરાય છે પરંતુ હકીકતમાં એવા કેટલા ટ્રસ્ટો છે જે ખરેખર પોતાનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે હાલ તો એવા પણ કેટલાક પ્રશ્નો છે જે રજીસ્ટર કરાવ્યા બાદ એકાદ મહીનો સુધી કામગીરી કરી અને પછીથી સુસુપ્ત અવસ્થામાં ચાલી ગયા છે નોંધનીય છે કે આવા અનેક પ્રશ્નો છે જેમાં નિયમિત રીતે ત્રિમાસિક કે વાર્ષિક ઓડિટ સુધ્ધાં કરવામાં આવતા નથી હાલમાં જ ધરમપુરની એક સંસ્થાને સમાજ કલ્યાણ વિભાગે ફોટાનું ટ્રસ્ટ રજીસ્ટર કરાવવા માટે એક નોટિસ પણ ફટકારી હતી તેમ છતાં પણ હજુ સુધી ટ્રસ્ટ રજીસ્ટર કરાવનાર સંચાલકે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળી રહ્યું છે 

ધરમપુરમાં અનેક ચાલતી સહકારી મંડળીઓ અને અનેક નાની લોકોએ સમાજ સેવાના નામે ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યા છે પરંતુ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અને ગામડામાં જઈને બહુ જ જૂજ લોકો કામગીરી કરી રહ્યા છે 

કપરાડા તાલુકાની વાત કરીએ તો અહીંના કેટલાક રાજકીય આગેવાનોએ પોતાની મંડળીના નામના ટ્રસ્ટો રજીસ્ટર કરાવ્યા છે અને આ ટ્રસ્ટોમાંથી સરકારી વિભાગમાં આવતા કેટલાક કામો જેવા કે ચેકડેમ રોડ રસ્તા પંચાયતમાંથી મેળવીને કામગીરી કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે ટ્રસ્ટનો ઉપયોગ સામાજિક જવાબદારી નિભાવવા માટે અને સમાજ સેવા કરવા માટે રજીસ્ટર કરાવ્યા હોય ત્યારે આવા ટ્રસ્ટોના સંચાલકો સમાજ સેવાના સ્થાને દાતાઓ દ્વારા આવતા દાનથી ક્યાંક સ્વ વિકાસ તો નથી કરી રહ્યા ને આ સમગ્ર બાબતે ચેરિટી કમિશનર અધિકારી તપાસ કરાવે તેમજ અનેક ટ્રસ્ટમાં છેલ્લા કેટલાય વર્ષોથી બાકી રહેલા ઓડિટ અને ફેરફાર રિપોર્ટ ની પણ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે નહીં તો આદિવાસી ક્ષેત્રમાં સમાજ સેવાના નામે સ્વ વિકાસ કરનારાઓ હવે ટ્રસ્ટ રજીસ્ટર કરાવી લાખોનો ખેલ પાડી રહ્યા હોવાની ચર્ચા ઉઠી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here