બેફામ સ્પીડ થી વાહનો હંકારી નાસિક તરફ જતા શાકભાજી અને અન્ય ચીજો ભરી જતાં પિકઅપ ચાલકો દ્વારા અનેક મોટા અકસ્માતો થયા છે ત્યારે 9 જેટલા પિકઅપ સામે કાર્યવાહી થતા લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે
થોડા દિવસ પેહલા જ નેવરી નજીકમાં એક પિક અપ ચાલકે બેફામ વાહન હંકારી લાવી છકડો ચાલક ને ટક્કર મારી ફરાર થઈ જતાં છકડા ચાલકે કાબૂ ગુમાવતા ત્રણ લોકો તેમાં થી રોડ ઉપર ફંગોળાઈ ને પડી ગયા બાદ પાછળ આવતા આઇશર ટેમ્પો ચાલક ની અડફત માં આવી જતા બે લોકોના સ્થળ ઉપર જ કરુણ મોત થઈ જતાં બેફામ હંકારતા પિકઅપ ચાલકો સામે કોઈ કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી જેને અનુલક્ષી પારડી પોલીસે ગત રાત્રિ દરમ્યાન પારડી થી નાનાપોંઢા સુધીમાં વાહન ચેકીંગ અને ઓવર સ્પીડ જતા અનેક પિકઅપ ચાલકો સામે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો શાકભાજી લઈ ને આવતા કે ખાલી કર્યા બાદ પરત નાસિક જતા બેફામ સ્પીડ થી હંકારી જતા હોય છે એટલું જ નહિ તેઓ સીધી ઉપર જ ગાડી મારી ને કટ મારતા હોવાની પણ વધુ બૂમ ઉઠી છે ત્યારે પારડી પોલીસે કરેલી 9 પિક અપ ચાલકો સામે ની કાર્યવાહી ને લઈ પારડી પોલીસ ની વિવિધ ગામોમાં પ્રશંસા થઈ રહી છે વળી લોકોની માંગ છે કે આ પ્રકારે કાર્યવાહી દર 15 થી 20 દિવસે એક બે વાર કરવામાં આવે તો રોડ ઉપર થતા અકસ્માતો પણ અટકાવી શકાય એમ છે