
ધરમપુરના ફલધરા ચીંચાઈ માર્ગ ઉપર છેલ્લા દોઢ માસ ઉપરાંત થી ઝૂલવાન નદી ઉપર બની રહેલ નવા બ્રિજનું કામ ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જોકે તેની પાછળ નું કારણ છે નહેર માં છોડવામાં આવતું પાણી નદીમાં કાયમી ધોરણે વહે છે જેના કારણે બ્રિજના પાયા ઉભા કરવા માટે કોન્ટ્રકટરને ભારે મુશ્કેલી પડી રહી છે આવીરત રીતે વહેતા પાણી ને કારણે અહીં કામ કરનારા મજૂરોની હાલત દયનિય છે
દર ચોમાસે ઝૂલવાણ નદી ઉપર બનેલા બ્રિજ ની ઉપર થી પાણી પસાર થતા લોકો ચોમાસા માં મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે હાલ આ નદી ઉપર ઊંચો અને નવો બ્રિજ બને તે માટે કામગીરી દોઢ માસ અગાઉ થી શરૂ કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રકટમાં કામ કરતા સૂત્રો ની માનીએ તો છેલ્લા દોઢ માં પાયા ઉભા કરવા માટે નદીમાં પાણી જે વહે છે તે વાળવું જરૂરી છે પરંતુ નદીમાં વહેતુ પાણી બંધ થવાનું નામ નથી લઈ રહ્યું જેનું કારણ છે કે દમણગંગા નહેર માં છોડવામાં આવતું પાણી અનેક ખેતરો માં થઈ ને ઝૂલવણ નદીમાં કાયમી વહે છે જો પાણી બંધ થાય તો બાંધકામ ની કામગીરી ને વેગ મળે એમ છે પરંતુ દર 15 દિવસે છોડવામાં આવતું પાણીને કારણે કામગીરી સાવ ધીમી ગતિ એ ચાલી રહી છે આજે દોઢ માસ ઉપરાંત સમય થયો પરંતુ માત્ર પાયાના પિલરો જ ઉભા થઇ શક્ય છે
જોકે પાણી અન્યત્ર વળવા કે નહેર નું પાણી જો માત્ર 10 દિવસ બંધ રાખવામાં આવે તો બ્રિજની કામગીરી જોરશોર થી થઈ શકે એમ છે





