
વલસાડ ધરમપુર ઇન્ટરસિટી બસ જે છેલ્લા કેટલાક સમય થી ખખડધજ હાલત માં છે છતાં દોડાવવા માં આવી રહી છે મુસાફરો બેસે અને પગ મૂકે એ ફ્લોરિંગ નો ભાગ સાવ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે વલસાડથી ધરમપુર જવું હોય કે ધરમપુર થી વલસાડ આ તમામ જગ્યા ઉપર જવા માટે મુસાફરો ઇન્ટરસિટી બસ નો ઉપયોગ કરે છે અને આ તમામ બસો ખખડધજ હાલતમાં હોય તેમ છતાં પણ આવી બસોમાં જીવના જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે આ સમગ્ર હકીકત ત્યારે બહાર આવી છે જ્યારે ધરમપુરના અગ્રણી સુરેશ પટેલ સ્વયમ બસમાં મુસાફરી કરી હતી અને તેમણે આ સમગ્ર ફોટા અને વિડીયો લીધા હતા અને સમગ્ર બાબતે એસટી વિભાગના તંત્રને જાણ પણ કરી છે મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરસિટી બસો માં કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરવામાં આવી રહ્યા છે જેના કારણે લોકોની મુસીબતો વધી જ છે સાથે ઓવરલોડિંગને કારણે બસોની હાલત પણ વધુ બત્તર બની છે આ સમગ્ર બાબતે એસટી વિભાગ ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરે તે માટે ધરમપુરના અગ્રણી સુરેશ પટેલ દ્વારા રજૂઆત કરાય છે





