Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદના મેટ્રો રેલ-બીઆરટીએસ બસ રૃટ પર વધારાની એફએસઆઈના નાણાંના હપ્તા પર અમ્યુકો વ્યાજ ન વસૂલે

On: March 22, 2022 11:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

રહેઠાણની સ્કીમો માટે ડેવલપર્સ દ્વારા ખરીદવામાં આવતી વધારા એફએસઆઈના ચૂકવવામાં આવતા નાણાં પર પહેલા દિવસથી જ અમ્યુકોના સત્તાવાળાઓ દ્વારા વસૂલવામાં આવતું વ્યાજને કારણે ડેવલપર્સ અને બિલ્ડર લોબીમાં ખાસ્સી નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે રાજકોટ નગરપાલિકામાં ૧૮ મહિનાના છ હપ્તામાં ચૂકવાતી આ રકમ પર કોઈ જ વ્યાજ લેવામાં આવતું નથી, જ્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલા દિવસથી જ ૧૫થી ૧૬ ટકાના દરે વ્યાજ વસૂલે છે. ટ્રાન્ઝિટ ઓરિયેન્ટલ ઝોનમાં એટલે કે જે માર્ગ પરથી મેટ્રો કે બીઆરટીએસ પસાર થતી હોય તેવા ઝોનમાં વધાારની જંત્રી આપવામાં આવે છે. 

સામાન્ય રીતે આ ઝોનમાં ૧.૮ની એફએસઆઈ આપવામાં આવે છે. તેના પર ચારની એફએસઆઈથી બાંધકામ કરવા માટે ડેવલપર્સે વધારાની ૨.૨ની એફએસઆઈ લેવી પડે છે. આ વધાારની એફએસઆઈ માટે જંત્રીના ભાવના ૧૦થી માંડીને ૪૦ ટકાના પ્રમાણમાં નાણાં વસૂલવામાં લેવામાં આવે છે. ૫૦ ચોરસ મીટરના બિલ્ટ અપ એરિયા માટે જંત્રીની કિંમતના ૧૦ ટકા, ૫૧થી ૬૬ ચોરસ મીટરના બાંધકામ માટે જંત્રીની કિંમતના ૨૦ ટકા અને ૬૭ ચોરસ મીટરથી ૯૦ ચોરસ મીટરના બાંધકામ માટે જંત્રીની કિંમતના ૪૦ ટકા રકમ એફએસઆઈ ખરીદવા માટે ચૂકવવી પડે છે. કોમર્શિયલ કે રેસિડેન્સિલ કેટેગરીના કોઈપણ બાંધકામ માટે જંત્રીની કિંમતના ૪૦  ટકા રકમ એફએસઆઈ પેટે વલૂસવામાં આવે છે. તેમ જ પ્લાન પાસ કરવામાં આવે તે તબક્કે જ આ રકમ માગી લેવામાં આવે છે. કેટલાક ડેવલપર્સ જણાવે છે કે રાજકોટમાં આ પ્રકારે આપવામાં આવતી વધારાની એફએસઆઈના  હપ્તા પર કોઈ જ વ્યાજ લેવામાં આવતું નથી. આ સંજોગોમાં અમ્યુકો દ્વારા વ્યાજ લેવામાં આવે છે તે અનુચિત જ છે. 

બીજું, વ્યાજ ચૂકવવાના ત્રણ ત્રણ માસના છ હપ્તા કરી આપવામાં આવે છે. આ હપ્તામાંથી જે હપ્તો મોડો ચૂકવવામાં આવે તે હપ્તાના વિલંબના દિવસો માટે વ્યાજ લે તો તે વાજબી ગણાય. આ તો પહેલા દિવસતી જ ૧૫થી ૬ ટકાના દરે વ્યાજની વસૂલી કરવામાં આવી રહી છે તે અયોગ્ય અને અન્યાય કર્તા છે. બીજું, પહેલા સામાન્યપણે મળતી ૧.૮ની એફએસઆઈ વપરાઈ જાય અને ત્યારબાદ ૨.૨ની વધારાની એફએસઆઈનો ઉપયોગ ચાલુ કરવામાં આવે તે તબક્કે તેમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવવી જોઈએ. પહેલાથી પૂરા નાણાં માગી લેવા ઉચિત નથી. પ્લાન પાસિંગ વખતે જ ચાાર્જ લઈ લેવામાં આવતા હોવાથી કન્સ્ટ્રક્સન કોસ્ટમાં વધારો થઈ જાય છે. આ ખર્ચ ઓછો આવશે તો નવા પ્રોજેક્ટ પણ વધુ ઝડપથી હાથ પર લઈ શકાશે. 

અમ્યુકોના આ વલણને પરિણામે બાંધકામનો ખર્ચ ઊંચો જાય છે અને મિલકતો ખરીદનારાઓને મોંઘી પડી રહી છે. આ મુદ્દે બિલ્ડર લોબી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!