Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર તાલુકાના જામ વણથલી ગામના એક દલિત યુવાનનો બે માથાભારે શખ્સના ત્રાસથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત

On: March 21, 2022 3:19 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


-પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ તેમજ આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુનો નોંધ્યો: બન્નેની અટકાયત

જામનગર તા 21 માર્ચ 2022 

જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા એક દલિત યુવાને પોતાના જ ગામના બે માથાભારે શખ્સોના ત્રાસના કારણે ટ્રેન હેઠળ પડતું મુકી દઇ ધુળેટીના દિવસે આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે રેલવે પોલીસે બંને માથાભારે શખ્સો સામે એટ્રોસિટી એક્ટ તેમજ આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે પંચકોશી એ. ડીવીઝન પોલીસે બંને આરોપીઓને પકડી લઈ રેલવે પોલીસને સુપરત કરી દીધા છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા નીતિનભાઈ જયંતીભાઈ પરમાર નામના દલિત યુવાને ધૂળેટીના તહેવાર ના દિવસે જામવંથલી રેલવે સ્ટેશન નજીકની રેલવે લાઈન પર એક ટ્રેન હેઠળ પડતું મુકી દઈ આત્મહત્યા કરી લીધી હતી, અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવ અંગેની રેલવે પોલીસને જાણ થતાં રેલવે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં પોતાના જ ગામના માથાભારે શખ્સોના ત્રાસના કારણે જ તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું.

જેથી રેલવે પોલીસ દ્વારા નીતિનભાઈ પરમાર ને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા અંગે ઉપરાંત દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે જામવણથલી ગામના માથાભારે શખ્સો કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનો ભરતસિંહ જાડેજા, અને મયુરસિંહ ભરતસિંહ જાડેજા સામે એસ્ટ્રોસીટી એક્ટ ની કલમ તેમજ આપઘાત કરવા માટે મજબૂર કરવા અંગેની કલમ 306 હેઠળ ગુનો નોંધ્યો છે.

દરમિયાન પંચકોશી એ. ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ઉપરાંત ઉપરોક્ત બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા ૬૫ હજારની કિંમતના ૨ મોબાઈલ ફોન કબ્જે કરી લીધા હતા, અને રેલવે પોલીસને સુપરત કરી દેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન નીતિનભાઈ ને અગાઉ બંને આરોપીઓ સાથે તકરાર થઇ હતી, અને નીતિનભાઈએ આજથી દોઢ વર્ષ પહેલા બંને સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનું મનદુખ રાખી ને બંને આરોપીઓ અવારનવાર ત્રાસ ગુજારતા હતા. જેઓ ના ત્રાસથી કંટાળી જઇ નીતિનભાઈએ ટ્રેન હેઠળ પડતું મુકી દઈ પોતાનો જીવ દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!