વલસાડ જિલ્લાના પાંચ શિક્ષકોએ રાજ્યકક્ષાએ ઈનોવેશનમાં ભાગ લીધો. 

On: March 17, 2022 7:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજ્ય સરકાર અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર આયોજિત રાજય કક્ષાના એજ્યુકેશન ઈનોવેશન ફેરમાં વલસાડ જિલ્લાના પાંચ શિક્ષકોએ ભાગ લીધો હતો. તા. 13/03/2022 થી 15/03/2022 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયના 158 જેટલા શિક્ષકોએ પોતાના ઈનોવેશન રજુ કર્યા હતા. જેમાં (1) શ્રી હેતલકુમાર ઊંકાભાઈ ટંડેલ, પ્રાથમિક શાળા-સંઘાડીપાડા-વલવાડા તા. ઉમરગામ, (2) શ્રી દિગ્વિજયસિંહ રમણલાલ ઠાકોર, કાકડમટી પ્રાથમિક શાળા તા. વલસાડ, (3) શ્રી અશ્વિનકુમાર ચીમનલાલ ટંડેલ, પ્રાથમિક શાળા દેગામ મુખ્ય તા. વાપી, (4) શ્રીમતિ જેસલ પ્રમોદભાઈ શાહ, એમ.એમ. હાઈસ્કુલ, તા. ઉમરગામ (5) શ્રી યોગેશભાઈ બી. મહેર, બી.એમ. એન્ડ બી.એફ.વાડિયા હાઈસ્કુલ ફણસા તા. ઉમરગામ  એ પોતાના નાવિન્યપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. જેમને જિલ્લા ઈનોવેશન કો-ઓર્ડિનેર શ્રી મહેન્દ્રભાઈ આર. પટેલ, સિ. લેકચરર, ડાયેટ-વલસાડ અને કે.આર.પી. શ્રી દિગ્વિજય આર. ઠાકોરે ઉપસ્થિત રહી માર્ગદર્શિત કર્યા હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડના પ્રાચાર્ય ડૉ. વર્ષાબેન કાપડિયા મેડમ એ રાજ્ય કક્ષાએ ભાગ લેનાર તમામ ઈનોવેટિવ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!