Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સેસ ચોરી પ્રકરણ : મોડાસા યાર્ડને જિલ્લા રજિસ્ટ્રાર અને નાયબ નિયામકની નોટિસ

On: March 3, 2022 2:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.2

મોડાસા માર્કેટયાર્ડમાં કેટલાક વેપારીઓ દ્વારા હરાજીમાં ખરીદાયેલા
માલની ખરીદીના બીલો વાસ્તવિક કરતાં ઓછા બનાવી આચરવામાં આવેલ શેષ ચોરી કૌભાંડને લઈ જિલ્લાભરમાં
ચકચાર મચી હતી. અને આ પ્રકરણે તપાસ સોંપાઈ હતી. પરંતુ ચકચારી આ ઘટનામાં કેટલાક વેપારીઓ
દ્વારા યાર્ડના હિતને જ નુકશાન કરવાને લઈ જિલ્લાના રજીસ્ટાર અને નાયબ નિયામકે આ ચોરી
પ્રકરણને ગંભીરતાથી લઈ મોડાસા માર્કેટયાર્ડના વહીવટકર્તાઓને નોટીસ ફટકારી હતી. અને
આ પ્રકરણે યોગ્ય ખુલાસો મંગાયો હતો.

અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર
સમિતિ મોડાસાના કેટલાક વેપારીઓ દ્વારા માર્કેટ શેષ ચોરીનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની
હકીક્તનો  પદાર્ફાશ થયો  હતો. ખેડૂતો પાસેથી વેપારીઓની એવી ચિઠ્ઠીઓ મેળવાઈ
હતી કે જેનું વાસ્તવિક બીલ વેપારી દ્વારા યાર્ડમાં ઓછી રકમનું રજૂ કરાયું હતું. અને
આમ લાખ્ખો રૃપિયાના ચોરીના માર્કેટ શેષ કૌભાંડે ચકચાર મચાવી હતી. ખેડૂત એકતા મંચ દ્વારા
રજૂ કરાયેલા આધાર પુરાવા બાદ યાર્ડ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અન્ય આવા  કિસ્સા પણ જણાઈ આવતાં છેવટે મોડાસા માર્કેટયાર્ડના
સત્તાધીશોએ આ પ્રકરણે તપાસ કરાવવાનો નિર્ણય કરાયો હતો. મોડાસા માર્કેટયાર્ડના શેષ ચોરી
કૌભાંડની ગંભીરતા ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા રજીસ્ટ્રાર અને નાયબ નિયામક દ્વારા મોડાસા
માર્કેટયાર્ડને નોટીસ ફટકરાઈ હતી અને યાર્ડમાં ખેડૂતોની જણસની ખરીદીમાં માર્કેટ શેષ
ચોરી કરી મોટું કૌભાંડ કર્યાની ખેડૂતોમાં બૂમ ઉઠી છે. તે બાબતે શું હકીક્ત છે
? જેનો હકીક્તલક્ષી
અહેવાલ દિન-૧માં આપવા આ નોટીસ અપાઈ હોવાનું 
જણાવાયું હતું.

સેસ ચોરીના  ૧૪  કિસ્સામાં અંદાજે ૧૮ ટકા ચોરી બહાર આવી

મોડાસા માર્કેટયાર્ડ દ્વારા અરવલ્લી જિલ્લા રજીસ્ટ્રાર અને નાયબ
નિયામકને કરાયેલ લેખિત ખુલાસામાં માર્કેટશેષ ચોરીના ૫ કિસ્સામાં કુલ ૨
,૬૦,૦૮૦ ની ખરીદી સામે
વે૫ારીઓ દ્વારા માર્કેટયાર્ડમાં રૃ.૪૭૪૩૭ના બીલ ખરીદી પેટે જમા કરાવ્યા હતા.આમ આશરે
૧૮% શેષચોરી આ પાંચ કિસ્સામાં
,જયારે જીતપુરના
૨ ખેડૂતોની અને યાર્ડના સ્ટાફની ઓળખાણમાં રહેલા અન્ય ૭ થી ૮ કિસ્સાની ખરીદીમાં પણ આવી
શેષ ચોરી જણાઈ આવી હોવાનું જણાવાયું હતું.આમ ૧૪ કિસ્સા તો આ કૌભાંડના પર્દાફાશ વખતે
જ જણાઈ આવ્યું છે. ત્યારે પાછલા ૫ વર્ષના બીલોની વેપારીઓ દ્વારા ખેડૂતોને ચેકથી ચૂકવાયેલ
રકમ ચકાસવામાં આવશે તો આ કૌભાંડ કરોડો એ પહોંચશે.

યાર્ડના ડિરેકટરની વેપારી પેઢીમાં જ ઓછા બીલો બનાવાયાનું ખુલ્યું

મોડાસા માર્કેટયાર્ડ દ્વારા જિલ્લા રજિસ્ટારને કરાયેલ નોટીસના
લેખિત ખુલાસામાં યાર્ડના વેપારી સદસ્ય અને રૃષભ એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર મુકેશભાઈ
શાહ ના ખરીદ-બીલની પ્રાથમિક ચકાસણી કરતાં તેમની હરાજીમાં ખરીદેલ માલની ખરીદીના બીલો
વાસ્તવિક કરતા ઓછા બનાવયેલ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હોવાનું જણાવાયું હતું.અને માર્ચ
એન્ડીંગ સામે આવતાં દર વર્ષે આ પ્રકારની પ્રાથમિક તપાસણી બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા
રૃટીંગ કવાયતના ભાગરૃપે બજાર સમિતિ દ્વારા કરાતી હોવાનું જણાવાયું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!