Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એસ.ટી. તંત્રમાં કંડક્ટરોની અછત સૌરાષ્ટ્રમાં ૩૦૦ બસ રૂટ કેન્સલ

On: March 2, 2022 9:00 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


રાજ્યમાં લાંબા સમયથી ચાલતી 2200 કંડક્ટરની ભરતી પ્રક્રિયા ધીંગી કમાણી કરાવી દેતા એક્સપ્રેસ બસના રૂટ પણ કંડક્ટરોના અભાવે સ્થગિત, રાત્રિરોકાણ કરતી બસો બંધ કરવી પડી

રાજકોટ, : સૌરાષ્ટ્રના 5 એસ.ટી. વિભાગોમાં કંડકટર સ્ટાફની તીવ્ર ઘટના કારણે ધડાધડ બસ રૂટો બંધ થવા લાગ્યા છે. એસ.ટી. તંત્રને જાણે કે લકવો લાગ્યો હોય એમ ખુબ જ અગત્યના નાના – મોટા 300 જેટલા બસ રૂટો સ્થગિત કરી બંધ કરી દેવાયા છે. તમામ ડિવિઝનોના વિભાગીય નિયામકો પાસેથી વિગત એકત્ર કરાતા સૌરાષ્ટ્રમાં કુલ 719 બસ કંડકટરો ઘટે છે. રાજ્યમાં 2200 કંડકટરોની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે. પરંતુ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા આજ સુધી ભરતી થઇ નથી.  કંડકટરોની અવારનવાર ભરતી થાય છે, પરંતુ તેની સામે નિવૃત્તિનું પ્રમાણ પણ એટલું જ છે. નવા દાખલ થયેલા કંડકટરો ઊચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને પાસ થઇને અન્ય વિભાગોમાં ચાલ્યા જાય છે. જેના કારણે સતત ઘટ પડે છે. માહિતી મુજબ રાજકોટ ડિવિઝનમાં 210 કંડકટરોની ઘટ છે, તો ભાવનગર ડિવિઝનમાં 185ની ઘટ, જામનગર ડિવિઝનમાં 112ની ઘટ, જૂનાગઢ ડિવિઝનમાં 70ની ઘટ, અમરેલી ડિવિઝનમાં 142 કંડકટરની ઘટ છે. આમ બધા ડિવિઝન મળીને કુલ 719 કંડકટર ઘટે તેથી મહત્વના રૂટો પણ અચાનક કેન્સલ થાય છે. દરેક ડિવિઝન પાસે બસ વાહનો પુરતા પ્રમાણમાં છે, પરંતુ સ્ટાફની ખેંચ હોવાથી શેડયુઅલ ઉપાડી શકાતી નથી. હાલ કોરોના પછી સ્કૂલો ચાલુ થઇ છે. તેના વિદ્યાર્થીઓની આવ-જાવને એસ.ટી.એ પ્રાથમિકતા આપી છે. જેથી એકસપ્રેસ રૂટો પણ કેન્સલ થઇ જાય છે! 

એસ.ટી.માં કંડકટર સ્ટાફ જે હાલ છે તેમાં મહિલાઓ પણ છે. તેને રાત્રિરોકાણ કરતા રૂટોમાં શક્ય ત્યાં સુધી ડયુટી ફાળવવામાં આવતી નથી. પુરૂષ કંડકટરોને તેમાં મુકવામાં આવે છે. કેટલાક ડેપો મેનેજરોએ તો રાત્રિરોકાણ કરતા ગ્રામ્ય રૂટો પણ બંધ કરી દીધા છે. અગર તો નવા કંડકટરો ન મળે ત્યાં સુધી સંચાલન સ્થગિત કર્યું છે. 

કંડકટર સ્ટાફની ઘટના કારણે સૌરાષ્ટ્રમાં નાના – મોટા 300 બસ રૂટો હાલ બંધ કે હંગામી ધોરણે સ્થગિત કરી દેવાયા છે. તમામ વિભાગીય નિયામકો નવા સ્ટાફની ફાળવણીની કાગડોળે રાહ જૂએ છે. કેટલાય કંડકટરોને ડબલ ડયૂટી ફાળવે છે, ઓવર ટાઇમ કરાવી કામ લેવયા છે. અપૂરતા સ્ટાફના કારણે આવકને પણ જફા પહોંચી રહી છે. અઢી હજાર કંડકટરોની ભરતી માટે પરીક્ષા લેવાઇ ગઇ છે. હવે ક્યારે નિમણૂંક થાય તેની સૌને રાહ છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!