[ad_1]

અમદાવાદ,શુક્રવાર,25
ફેબ્રુ,2022
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા પતરાવાળા સ્લમ કવાટર્સના
રિડેવલપમેન્ટ યોજના અને રોડ રીસરફેસીંગની કામગીરીને લઈ મ્યુનિ.ની મળેલી બોર્ડ
બેઠકમાં શાસક પક્ષ બચાવની ભૂમિકામાં આવી ગયો હતો.શહેરમાં પબ્લિક હાઉસીંગ સ્કીમ
હેઠળ રિડેવલપ કરવા આપવામાં આવતી સ્કીમના ડેવલપરને મ્યુનિ. તરફથી આપવામાં આવતો
ટી.ડી.આર. કયા ડેવપરને કયા વિસ્તારમાં વાપરવો એ અંગેનો નિર્ણય ડેવલપર નકકી કરતો
હોવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને કહ્યુ હતું.શહેરની વિવિધ હાઉસીંગ રીડેવલપમેન્ટ સ્કીમમાં
કયા ડેવલપરને કેટલો ટી.ડી.આર. આપવામાં આવ્યો હતો એ વિગત પણ શાસકપક્ષે બોર્ડ
બેઠકમાં વિપક્ષની માંગણી છતાં જાહેર કરી નહોતી.
મ્યુનિ.બોર્ડ બેઠકમાં કોંગ્રેસના અમરાઈવાડીના કોર્પોરેટર
જગદીશ રાઠોડે ઝીરો અવર્સની ચર્ચામાં અસારવા પતરાવાળા સ્લમ કવાટર્સના રીડેવલપમેન્ટ
અંગે શ્રીધર ઈન્ફ્રાકોનને આપવામાં આવેલી મંજુરીને લઈ આ કામગીરી માટે તેને આપવામાં
આવી રહેલા વધારાના ટી.ડી.આર.ની રકમ કયા કારણસર લેવામાં આવ્યો? ડેવલપર તેને
મળનાર ટી.ડી.આર.કયાં વાપરશે સહિતની વિગત માંગતા સત્તાધારીપક્ષના કોર્પોરેટરોમાં
સોંપો પડી ગયો હતો.દરમ્યાન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને કહ્યુ,અમે ઘરના ઘરના
સપના બતાવતા નથી.વડાપ્રધાનના નિર્ધાર મુજબ,દરેક
ઝૂંપડામાં રહેનારાને સુવિધા સાથેનું ઘર બનાવીને આપીએ છીએ.દરમ્યાન બે મહિના અગાઉ
પતરાવાળા સ્લમ કવાટર્સમાં ડેવલપર પોલીસને સાથે રાખી ઝૂંપડાવાસીઓને સમજુત કરવા ગયા
હતા એ સમયે રહીશો સાથે સંઘર્ષ થયો હોવાનું કોંગ્રેસના કોર્પોરેટરે કહેતા ભાજપના
દંડક સહિતના અન્ય કોર્પોરેટરોએ ઉભા થઈ આ સ્થળે કોંગ્રેસના એક કાર્યકર ૪૦ મકાનોના
ભાડા ઉઘરાવતા હોવાથી કોંગ્રેસને આ સ્થળે પાકા મકાન ના બને એમાં રસ હોવાનો આક્ષેપ
કરતા બેઠકમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
દરમ્યાન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને કહ્યુ,ડેવલપરને
ટી.ડી.આર.આપવામાં આવ્યા બાદ તે પોતે નકકી કરતો હોય છે કે,તેને મળેલો ટી.ડી.આર.તેણે
કયાં વાપરવો.આમ સત્તાધારીપક્ષ તરફથી અસારવા રીડેવલપમેન્ટ યોજના માં ડેવલપર્સને
આપવામાં આવતા ટી.ડી.આર.ને લઈ વિગતો જાહેર કરવાનું ટાળી દેવામાં આવ્યુ હતું.હાઉસીંગ
એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીને પણ બોર્ડ બેઠકમા કોંગ્રસની
માંગણી છતાં બોલવા દેવામાં આવ્યા નહોતા.ગોમતીપુર વિસ્તારમાં બની રહેલા રોડ મામલે
કોંગ્રેસના કોર્પોરેટરે હાઈકોર્ટ પણ શહેરમાં રોડની કામગીરીને લઈ અવારનવાર ફટકાર
લગાવે છે એમ છતાં તંત્ર હજુ સુધરવાનું નામ લેતુ નથી એવી રજુઆત કરતા રોડ કમિટીના
ચેરમેન બચાવની ભૂમિકામાં આવી ગયા હતા.શહેરમાં યલો ફીવરની રસી મળતી ન હોવા અંગે પણ
કોંગ્રેસ તરફથી રજુઆત કરાઈ હતી.
સિવિક સેન્ટરો છ દિવસ બંધ રહેતા મ્યુનિ.આવકમાં ઘટાડો
મ્યુનિ.ની ઉસ્માનપુરા કચેરી ખાતે આવેલા ડેટા સેન્ટર ખાતે
સિસ્ટમ કોલોપ્સ થતા છ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સિવિક સેન્ટરો ઉપર
તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ જતા મ્યુનિ.તંત્રને પ્રોપર્ટીટેકસ સહિતની અન્ય તમામ
આવકમાં ઘટાડો થવા પામ્યો હતો.આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસના
કોર્પોરેટરે રજુઆત કરી હતી.
૧૫૫૩૦૩ ઉપર નાગરિકોની ફરિયાદો સામે તંત્ર બેધ્યાન
કોંગ્રેસના ઉપનેતા નિરવબક્ષીએ મ્યુનિ.તરફથી ઓનલાઈન ફરિયાદ
માટે શરૃ કરવામાં આવેલી ૧૫૫૩૦૩ નંબરથી ઓનલાઈન ફરિયાદ સર્વિસ ઉપર શહેરીજનો ત્રણ થી
ચાર વખત ફરિયાદ કરતા હોવા છતાં તેમની ફરિયાદનો નિકાલ કર્યા વગર ફરિયાદ કલોઝ કરી
દેવામાં આવતી હોવાની સાથે બી.આર.ટી.એસ.ના બસ શેલ્ટરો પાછળ કરવામાં આવતા લાખો રુપિયાના
ખર્ચ તથા મધ્યઝોનમાં સફાઈ કામદારોની ખાલી જગ્યાઓ મામલે રજુઆત કરી હતી.
મ્યુનિ.અધિકારીઓ મિલકત જાહેર કરતા નથી
જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના કોર્પોરેટરે રજુઆત કરતા કહ્યુ,દસ વર્ષમાં
મ્યુનિ.ના વિવિધ વિભાગના ૪૧ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે.મ્યુનિ.માં ફરજ બજાવતા
વર્ગ-૧ અને ૨માં ફરજ બજાવતા અધિકારીઓને નિયમ મુજબ મિલકત જાહેર કરવાની હોય છે.આમ
છતાં વર્ષ-૨૦૧૯માં વર્ગ-૧ના ૧૫૮ અને વર્ષ-૨૦૨૦માં ૧૬૧ અધિકારીઓએ તેમની મિલકત જાહેર
કરી હતી.વર્ષ-૨૦૧૯માં વર્ગ-૨ના ૪૯૬ અને વર્ષ-૨૦૨૦માં ૮૧૯ અધિકારીઓએ મિલકત જાહેર
કરી હતી.
[ad_2]
Source link






