અંબાચ પાથર પુંજા રોડ ઉપર વાઘસર ફળીયા નજીક પડેલા ખાડા કોઈ નો ભોગ લેશે

On: February 14, 2022 1:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અંબાચ પાથર પુંજા રોડ બન્યો ને લોકો ને રાહત થઈ પણ કોન્ટ્રકટર દ્વારા રોડ ની બન્ને તરફ મોરમ નું પુરાણ ન કરવામાં આવતા જમીન લેવલ થી ડામર રોડ ની ઊંચાઈ બધી જતા બે વાહનો સામ સામે આવે તો કટોકટ પરિસ્થિતિમાં બન્ને વાહન ચાલકો એ પસાર થવાની ફરજ પડે છે જે તે સમયે જ્યારે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો ત્યારે ગામના અગ્રણીઓ અને રાજકારણીઓ એ ધ્યાન ન આપતા રોડ ના કામ માં કોન્ટ્રકટર વેઠ ઉતારી જેનો ભોગ આજે પ્રજા ભોગવી રહી છે વળી હાલ માં વાઘસર ફળીયા માં બે જગ્યા ઉપર રોડ ની વચ્ચો વચ એટલા મોટા ખાડા પડી ગયા છે કે અહીં અનેક વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો બન્યા છે છતાં ખાડા પુરવવા કે પેચ વર્ક કરવા સુધ્ધાં કોઈ એ તસ્દી લીધી નથી જેને પગલે આ ખાડા ની સાઈઝ વધતી જઈ રહી છે મોટા દંપરો ટ્રકો રીક્ષા ટેમ્પો બાઈક વિગેરે રોજિંદા અહીં થી પસાર થાય છે પણ ખાડા માં પડી ને પસાર થતા રાજકારણી ઓના પેટ નું પાણી હલતું નથી માત્ર કોઈ ને પૂછો તો રોડ પાસ થયો છે કરોડો રૂપિયા નો નવો બનશે …પણ ક્યારે ? અરે ભલી થાય તારી પેહલા પ્રજા ને પડતી તકલીફ નું નિરાકરણ માટે ખાડા તો પુરાવો માત્ર માઇકો ઉપર ભાષણો ની વાહ વાહી લૂંટનારા ઓ એક પેચ વર્ક ની કામગીરી કરાવી શકતા નથી ..અને એના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે મહત્વ નું છે સરકાર ની ગાઈડ લાઈન મુજબ રોડ બનવનાર કોન્ટ્રકટરે જો ત્રણ વર્ષ સુધી રોડ માં કોઈ પણ સમસ્યા આવે તો તેના સ્વ ખર્ચે રોડ નું મરમત કાર્ય કરવાનું થતું હોય છે પણ અંબાચ માં તો રોડ બની ગયા બાદ કોન્ટ્રકટર મહાશય એ પાછું વળી ને જોયું સુધા નથી ..હાલ જો આ ખાડા માં કોઈ વાહન ચલાક સ્લીપ થાય તો તેનું મોત નિશ્ચિત છે જો આ ખાડા નું પેચ વર્ક કરવામાં નહીં આવે તો આ ખાડા નક્કી કોઈ નો ભોગ લેશે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!