Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઝાલાવાડ પંથકમાં લગ્નોની સિઝનમાં ફૂલોના ભાવમાં બમણો વધારો

On: February 5, 2022 11:22 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– વસંત પંચમીએ ફુલોનો  વેપાર પૂર બહાર ખિલ્યો 

– ગુલાબના ભાવ રૂ. 120 અને ગલગોટાના રૂ. 90 એ પહોંચ્યા લગ્નમાં ગાડીનો શણગારનો ખર્ચે રૂપિયા ૫ાંચ હજાર થયો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે આજે વસંતપંચમીએ અનેક લગ્નો હોવાથી ફુંલોની માંગ વધી હતી અને પુષ્પોની કિંમતમાં વધારો થતા લગ્ન સમારંભોમાં ફુલોને શણગાર કરવાનું મોંઘુ પડી રહયું છે. ફુલોની આવક ઘટતા ભાવો વધ્યા હોવાનું જાણવા મળે છે. 

લગ્નની મોસમ દરમિયાન ફુલોની માંગમાં વધારો થતો હોય છે વરરાજાની કારનો શણગાર, લગ્નની ચોરીનો શણગાર, હાર વિગેરેમાં સાચા ફુલોનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. ચાલુ વર્ષે વસંત પંચમીના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લગ્ન હતા. તેથી ગુલાબ, ગલગોટા, સહીતના ફુલોની માંગમાં વધારો થતાં ભાવો રોકેટગતિએ વધ્યા હતા. ગુલાબના ભાવમાં રૂા.૧૨૦ અને ગલગોટાના ભાવમાં રૂા.૯૦ નો વધારો જોવા મળતો હતો. આથી લગ્નોમાં અસલી ફુલોની શણગાર મોંઘો બનતા આયોજકોમાં કચવાટ અને ચિંતાની લાગણી જોવા મળતી હતી. વેપારીઓના કહેવા મુજબ છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે ફુલોના ભાવ સૌથી ઉંચા રહયા છે.  આ વર્ષે દેશમાં ફેલોની ખેતી કરતા વિસ્તારોમાં માવઠાને કારણે ફુલોનો પાક ઓછો થતા ફુલ બજારમાં આવક ઘણી ઓછી છે. તેથી ભાવ ડબલ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.  લગ્નમાં વરરાજાની ગાડી અસલી ફેલોથી શણગારવાનો ખર્ચ અગાઉ રૂા. ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલો થતો હતો તે આ વર્ષે રૂા.૫૦૦૦ જેટલો થઈ રહયો છે. જો કે ભાવો ઉંચા હોવા છતાં ફુલોની માંગમાં ખાસ ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહયા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!