Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કાતિલ ઠંડીથી હૃદયરોગનું જોખમ કેસમા૨૦%નો ચિંતાજનક વધારો

On: February 5, 2022 9:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, શનિવાર

ગુજરાતમાં આ વખતે
શિયાળામાં કાતિલ ઠંડીનું પ્રભુત્વ રહ્યું હતું અને અનેક સ્થળોએ લઘુતમ તાપમાનનો પારો
૧૦ ડિગ્રીથી નીચે છાસવારે નોંધાયો હતો. કાતિલ ઠંડીને પગલે આ વખતે હૃદય સંબધિત સમસ્યાના
પ્રમાણમાં પણ વધારો નોંધાયો હતો. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે ૨૦ ટકાનો
વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા
મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ
વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.

તજજ્ઞાોના મતે
શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં
વધારો થાય છે. શિયાળામાં વધુ કેલેરી વાળો ખોરાક એ હૃદયની સમસ્યામાં વધારો થવાનું અન્ય
એક કારણ છે. અગાઉના સમયમાં લોકો એટલા શારીરિક સક્રિય હતા, જેના કારણે ઘીથી ભરપૂર અડદિયા
આસાનીથી પચાવી જતા હતા. પરંતુ હાલના સમયમાં હૃદયની સમસ્યા ધરાવનારાઓ માટે આ પ્રકારના
ઘીથી ભરપૂર વસાણા ખાવા હિતાવહ નથી. કાતિલ ઠંડીને કારણે આ વખતે હાર્ટ એટેક કરતાં હાર્ટ
ફેલ્યોરના કેસમાં વધારો થયો છે.

આ ઉપરાંત પ્લાઝમા
લેવલમાં ફરક કે લોહી જામી જવાનું પરિબળ, પ્લેટલેટમાં કુલ વધારો, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલમાં
વધઘટ, અંતઃસ્ત્રાવમાં ફેરફારો, અંગોમાં લોહીના માગ-પુરવઠાના રેશિયોમાં વધારો, વેસોકન્સ્ટ્રિક્શન
અને કેટેકોલામાઇન સ્તરમાં વધારો તથા બોડી મેટાબોલિકમાં વધારો સહિતના કેટલાંક પરિબળો
છે, જે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલા માટે 
ભૂમિકા ભજવતા હોય છે. શિયાળામાં ધમનીઓમાં ખેંચ અને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ
જેવી તકલીફોમાં વધારો જોવા મળે છે.શિયાળામાં સ્થૂળતા, ધૂમ્રપાનની આદત ધરાવતા અને અનિયમિત
જીવનશૈલી ધરાવતા લોકોને વધુ તકલીફ પડે છે. જેના કારણે શિયાળામાં એક્ટિવ રહેવું અને
યોગ્ય ડાયટ પાળવું જરૃરી છે. વાતાવરણમાં પ્રદૂષણને કારણે પણ છાતીમાં ગભરામણ થઈ શકે
છે. તેને કારણે ઈન્ફેક્શનની શક્યતા વધે છે.

જે લોકોને હૃદયની
સમસ્યા  હોય તેમણે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું
અને બ્લડ પ્રેશર પર ચાંપતી નજર રાખવી હિતાવહ છે. શિયાળામાં ફ્રૂટ અને લીલા શાકભાજીનું
પ્રમાણ વધારવું જોઇએ.આ ઉપરાંત અનેક લોકો માત્ર શિયાળા દરમિયાન જ કસરત માટે વધુ સમય
ફાળવે છે જ્યારે અન્ય મોસમમાં કસરત કરતા નથી. આ બાબત પણ યોગ્ય નથી. જો તમે શિયાળામાં
ઘણા લાંબા સમય પછી કસરત કરતા હોવ તો તમારા ડોક્ટરને જાણ કરો. શરીરને વધારે પડતો તાણ
ન આપો, વોર્મ અપમાં વધુ સમય ફાળવો.હૃદય અંગે સહેજપણ સમસ્યા જણાય તો ડોક્ટરનો સંપર્ક
કરવો જ યોગ્ય છે.

 

યુવાનોમાં પણ
હૃદયરોગનું પ્રમાણ વધ્યું

આજથી થોડા સમય
અગાઉ માત્ર ૫૦ વર્ષની વયજૂથમાં જ હાર્ટ એટેક જોવા મળતો હતો. પરંતુ છેલ્લા એક દાયકાથી
૨૦થી ૪૦ની વયજૂથના લોકોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે. તબીબોના મતે હવે  છેલ્લા પાંચ વર્ષમાં ૩૦-૪૦ વયજૂથમાં ૨૦ ટકા, અને
૨૦-૩૦ વયજૂથમાં ૧૦ ટકા જેટલું હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. આમ, હવે ૨૦-૩૦-૪૦ની
વયજૂથના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના
કેસ પાછળ અત્યંત ઝડપી જીવનશૈલી, સ્ટ્રેસ અપૂરતી ઉંઘ, સ્મોકિંગ, આલ્કાહોલનું સેવન, ફાસ્ટ
ફૂડ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

 

હૃદય સંબધિત સમસ્યા

મહિનો          ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧

જાન્યુઆરી      ૫,૦૧૧ ૫,૦૬૬ ૩,૬૭૭

ફેબુ્રઆરી       ૪,૮૯૧ ૪,૬૬૩ ૩,૭૨૦

માર્ચ            ૫,૨૨૮ ૫,૪૪૩ ૩,૯૨૭

એપ્રિલ          ૪,૪૮૩ ૪,૮૭૨ ૨,૧૮૩

મે               ૪,૪૩૮ ૩,૪૭૮ ૧,૮૯૦

જૂન             ૩,૯૦૩ ૩,૧૬૨ ૨,૬૮૬

જુલાઇ           ૪,૮૯૨ ૩,૦૬૫ ૩,૪૧૨

ઓગસ્ટ          ૬,૨૬૩ ૨,૮૫૨ ૩,૯૩૯

સપ્ટેમ્બર        ૬,૭૧૭ ૩,૦૦૧ ૪,૩૩૪

ઓક્ટોબર       ૬,૩૦૦ ૩,૦૨૦ ૪,૫૧૦

નવેમ્બર        ૫,૯૪૬ ૩,૦૨૮ ૪,૦૮૨

ડિસેમ્બર        ૫,૫૫૬ ૩,૧૪૭ ૪,૧૯૫

(*૧૦૮ને મળેલા
કોલ્સને આધારે.)

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!