Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દમણના જમપોર બીચ પર દરિયામાં તણાયેલ 5 દિકરીઓમાંથી 4 ના મોત……

On: February 3, 2022 5:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સંઘપ્રદેશ દમણમાં જામપોર બીચ પર લખનૌથી આવેલ પરિવાર સાથે વાપી, દમણનો પરિવાર દરિયા કિનારે ફરવા ગયો હતો. ત્યારે દરિયામાં અચાનક આવેલી ભરતીમાં 5 સગીરા તણાઈ હતી. જેમાંથી એકને પરિવારે બચાવી લીધી હતી. જ્યારે 4 સગીરાના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે.

દમણમાં બારીયાવાડ નજીક જામપોર બીચ પર 4 સગીરા દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામી હોવાની ગોઝારી ઘટના બનતા અરેરાટી મચી ગઇ છે. આ અંગે મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના લખનઉ નો એક પરિવાર વાપી- દમણમાં રહેતા તેમના સબંધીઓને ત્યાં આવ્યો હતો. જે તમામ ગુરુવારે દમણના જામપોર બીચ પર ફરવા ગયા હતાં. ત્યારે પરિવાર સાથે રહેલ 5 દીકરીઓ અને તેમનો પરિવાર દરિયામાં ન્હાવા પડ્યો હતો. જે અરસામાં અચાનક જ પાણીની ભરતી આવતા એક લખનૌની, 2 વાપીની અને 2 દમણની સગીરા પાણીમાં તણાઈ હતી. 

દરિયાના પાણીમાં તણાયેલ પાંચેય સગીરાઓને બચાવવા તેમના પરિવારે તત્કાળ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં એક સગીરાને બચાવી લેવાઈ જતી. જ્યારે અન્ય 4 સગીરા દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જે બાદ દરિયાનું પાણી ઓસરતા ચારેય સગીરા મૃત હાલતમાં મળી આવી હતી. જેઓને એમ્બ્યુલન્સ મારફતે દમણની મરવડ હોસ્પિટલમાં PM માટે લઈ જવામાં આવી હતી. ..

આ ગમખ્વાર ઘટનામાં હતભાગી પરિવારે આક્રોશ ઠાલવ્યો હતો કે બીચ પર જ્યારે આ ઘટના બની ત્યારે મદદ માટે સ્થાનિકોને અનેક કાકલૂદી કરવા છતાં કોઈ મદદે આવ્યા નહોતા. બીચ પર સુરક્ષાને ધ્યાને રાખી ને પોલીસ ની પણ હાજરી નહોતી. બીચ પર વોટર બોટ ચલાવતી એજન્સીને પણ દીકરીઓને બચાવવા પરિવારે આજીજી કરી હતી. પણ તેઓ નજીકમાં હોવા છતાં પણ બોટ થી કોઈ બચાવ કામગીરી કરવા આવ્યા નહોતા. પ્રવાસન ધામ ગણાતા દમણમાં દરિયાકિનારે કોઈ જ બચાવ સુવિધા કે હેલ્પલાઇન નંબર માટે ના સાઈન બોર્ડ પણ ના હોવાનો ખેદ મૃતક દીકરીઓના પરિવારે વ્યક્ત કર્યો હતો…….

ઉલ્લેખનીય છે કે દરિયાના પાણીમાં મૃત્યુને ભેટેલ ચારેય સગીરાના નામ ફિઝા, જૈનાબ, ઝેબુ, માહીરા હતાં. જેઓની ઉંમર 11 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ અને 20 વર્ષ હતી. એક સાથે ચાર દીકરીઓના મોત થતા પરિવારમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. તો, ઘટનાની ગંભીરતા જોતા દમણ કલેકટર, જિલ્લા પોલીસવડા, ડેપ્યુટી કલેકટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પર પહોંચી પરિવારને સાંત્વના પાઠવી હતી. તેમજ ઘટના અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!