Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કૌભાંડની રકમમાંથી દિલ્હીના આરીફને 10 લાખ મળ્યા હશે તો આજે ધરપકડ

On: January 20, 2022 1:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


LRD-PSIની પરીક્ષાના કેસમાં  : બેંગ્લુરૂથી આરીફને રાજકોટ લઈ અવાયો, ક્રિષ્ના ભરડવા શાતીર ગુનેગારની જેમ માહિતી છુપાવી રહી છે

રાજકોટ, : એલઆરડી, પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દેવાના નામે લાખોનું કૌભાંડ આચરાયાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા દિલ્હીના આરીફ મહમદહનીફને ગાંધીગ્રામ પોલીસે બેંગ્લુરૂથી ઝડપી લીધો છે. જો કે તેની આ કૌભાંડમાં સંડોવણી છે કે કેમ તે આજે મોડી સાંજ સુધી સ્પષ્ટ નહી થયાનું પોલીસે જણાવ્યું હતું.

આ કૌભાંડમાં પકડાયેલી જુનાગઢની ક્રિષ્ના ભરડવાએ પોલીસને દિલ્હીનો આરીફ પણ સંડોવાયેલો હોવાની કબુલાત આપી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસની ટીમ દિલ્હી ગઈ હતી. પરંતુ ત્યાંથી આરીફ બેંગ્લુરૂ જતો રહ્યાની માહિતી મળતા ત્યાંથી તેની પુછપરછ માટે અટકાયત કરી રાજકોટ લવાયો હતો.  આરોપી ક્રિષ્નાએ કૌભાંડની રકમમાંથી 10 લાખ બેંકમાંથી ઉપાડી આંગડીયા મારફત આરીફને પહોંચાડયાની કબુલાત આપી હતી. હવે પોલીસ ખરેખર આરીફને રૂા. 10 લાખ મળ્યા હતા  કે કેમ તે બાબતની બેંક અને આંગડીયા પેઢી મારફત ખરાઈ કરી રહી છે. 

જો આરીફને કૌભાંડની રકમમાંથી રૂા. 10 લાખ મળ્યાના પુરાવા મળશે તો તેની પણ ધરપકડ કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું. આવતીકાલ સવાર સુધીમાં આરીફની ભુમિકા સ્પષ્ટ થઈ જશે. ત્યારબાદ તેની ધરપકડ કરવી કે નહી તેનો નિર્ણય લેવાશે.  પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરીફ કોઈ કામધંધો કરતો નથી. તે રાજકારણીઓ સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ કરી કામ કરી નાણાં કમાતો હોવાનું જણાય છે. 

હાલ રીમાન્ડ પર રહેલી ક્રિષ્ના શાતીર ગુનેગારની જેમ ઘણી માહિતી છુપાવી રહ્યાનું પણ પોલીસને લાગી રહ્યું છે. હાલ ક્રિષ્ના અને તેનો સાગરીત જેનીશ ગાંધીગ્રામ પોલીસ પાસે રીમાન્ડ પર છે. ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી પુર્ણ થયા બાદ માલવીયાનગર પોલીસ ઝવેરી સાથે છેતરપીંડી કેસમાં ક્રિષ્નાનો કબ્જો મેળવી ધરપકડ કરશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!