[ad_1]

– જિલ્લા
શિક્ષણાધિકારીની તમામ સ્કૂલોના આચાર્યોને જે ભુલો હોય તે સુધારીને માહિતી અપલોડ
કરવા તાકિદ
સુરત
કોરોનાના
અજગરી ભરડામાં સ્કુલના વિદ્યાર્થીઓ આવી રહ્યા હોવાથી તકેદારી માટેના મ્યુનિ.ના
સુરક્ષા કવચ પોર્ટલમાં સુરત શહેરની 300
સ્કુલોના આચાર્યો એન્ટ્રી જ
નહીં કરતા હોવાથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કુલોના આચાર્યોને તાકીદ કરી છે કે
જે પણ ભુલો હોય તે ઝડપથી સુધારીને એન્ટ્રી કરવામાં આવે.
સુરત શહેરમાં
કોરોનાના વધી રહેલા કેસોમાં સ્કુલના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા હોવાથી ખાસ તકેદારી રાખવા
માટે સુરત મ્યનિુ.એ સુરક્ષા કવચ પોર્ટલ બનાવ્યુ છે. આ પોર્ટલમાં સુરતની તમામ સ્કુલોએ
દરરોજ કોરોનાની વિગતો રજુ કરવાની સાથે વિદ્યાર્થીઓની હાજરી, કોઇ વિદ્યાર્થી બિમાર તો
નથી ને ? આ સહિતની તમામ જાણકારી પોર્ટલ પર દરરોજ રજુ કરવાની હોય
છે. સુરત શહેરમાં ૧૩૦૦થી વધુ સ્કુલો છે. જેમાંથી ૧૦૦૦ સ્કુલોના આચાર્યો દરરોજ પોર્ટલ
પર કોરોનાને લઇને, વિદ્યાર્થીઓની હાજરી સહિતની તમામ વિગતો અપડેટ
કરતા હોય છે. પરંતુ ૩૦૦ સ્કુલોના આચાર્યો એવા છે કે, જેમણે આજદિન
સુધી પોર્ટલ પર એક પણ માહિતી અપલોડ કરી નથી. આથી જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કુલોના
આચાર્યોને તાકીદ કરી છે કે, જો શાળાનું બે વખત નામ હોઇ,
મોબાઇલ નંબરમાં ભુલ હોય, અથવા આચાર્યના નામમાં
ભુલ હોય કે પછી કોઇ પણ ટેકનીકલ ખામી હોય ઝડપથી સુધારી લઇને એન્ટ્રી કરવાનો આદેશ આપ્યો
છે. આમ હાલની સ્થિતિમાં આચાર્યોની આવી કામગીરીને લઇને વાલીઓમાં રોષ જોવા મળે છે.
[ad_2]
Source link






