[ad_1]
વાવ,
તા.31
ઇન્ડોપાક. બોડર નડાબેટ ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ કરોડથી
વધુના ખર્ચે પ્રવાસનના વિકાસ માટે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે
જેનું કામ પૂર્ણ થતાં ટૂંક સમયમાં તેનુ લોકાર્પણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ અને બીએસએફના સહયોગથી સો કરોડથી વધુના ખર્ચે
સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.જેનુંં ટુક સમયમાં લોકાર્પણ થાય તેવા
સંકેત જોવા મળી રહ્યા છે.નડાબેટ બોર્ડર પર દેશવાસીઓ સીમા દર્શન કરી શકે તથા આ
વિસ્તારનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થાય તેવો હેતું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
હસ્તે આ સીમાદર્શન પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી
છે.જેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાકગ,
ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો
પૂર્ણ થઇ ગયા છે.સીમા પર ઝીરો પોઇન્ટ રૃટ ઉપર ૪ ફેઇઝમાં કામગીરી પૂર્ણ થતાં નડાબેટ
પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી
સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઇ હતી. તથા સીમાદર્શન માટે આવનારા સૌ
પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી પરિચિત થાય તે માટે ટીજંકશનથી ઝીરો પોઇન્ટ
સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર
મિસાઇલ, ૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક
અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવી છે.
[ad_2]
Source link






