Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભાજપાના પારદર્શક વહીવટના દાવાનો છેદ ઉડાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ !

On: December 2, 2021 12:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પારદર્શક વહીવટ પર ભાર મુક્યો હતો. પરંતુ ભુપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન આ વાત વીસરાઈ ગઈ હોય એવું લાગે છે. ભરૂચ જિલ્લા પંચાયતના અધિકારીઓ પારદર્શક વહીવટના દાવાઓના છેદ ઉડાવી રહ્યા છે. ખેતીવાડી અધિકારી પત્રકારોને માહિતી આપવામાં અખાડા કરી રહ્યા હોવાની રાવ ઉભી થઈ છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ પોતાને સવાયા ડીડીઓ સમજતા હોય તેવો ગણગણાટ સાંભળવા મળ્યો છે. એક બાજુ સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી અને  જિલ્લા પંચાયતના અધિકારી-પદાધિકારી પારદર્શક વહીવટની ગુલબાંગો ફેંકે છે બીજુ બાજુ ભટ્ટ લોકો સુધી ઝડપી અને સાચી માહિતી પહોંચે તેમાં રોડા નાંખી રહ્યા છે. પ્રજા સમક્ષ સાચુ ચિત્ર પ્રસ્તુત થાય તે માટે જો કોઈ પત્રકાર માહિતી માંગે તો તેમની સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરી વિગતો આપવામાં અખાડા કરતાં હોવાની બુમ ઉઠી છે. હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લામાં કેટલા હેક્ટર જમીનમાં કયો કયો શિયાળુ પાક છે તેવી સામાન્ય માહિતી આપવામાં પણ ભટ્ટને પેટમાં દુ:ખે છે. આ આંકડા ખેતીવાડી કચેરીમાં ઉપલબ્ધ હોય છે. એક ક્લીકમાં આંકડા કાઢીને પત્રકારો સુધી પહોંચાડી શકાય છે. પરંતુ આ માટે માહિતી અધિકારના કાયદોનો ઉપયોગ કરવાનું જણાવી 30 દિવસમાં માહિતી આપીશું તેમ કહીં ભટ્ટ દ્વારા અવળચંડાઈ કરાઈ રહી છે. ખેતીવાડી અધિકારી પાસે આંકડાકીય માહિતી ન હોવાના કારણે તેને તૈયાર કરવા માટે સમય મળે એટલે માહિતી આપવામાં અખાડા કરાતા હોવાની વાત ઉઠી રહી છે. ત્યારે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી આંકડાકીય માહિતી મેળવી જિલ્લા માહિતી કચેરીનાં માધ્યમથી અથવા જિલ્લા પંચાયતની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા વિગતો પત્રકારોને ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.

જિલ્લા પંચાયતની વેબસાઈટ ઉપર 2013-14 પછી પાકની વિગતો અપડેટ જ નથી થઈ !

ભરૂચ: માહિતી આપવામાં અખાડા કરતા જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે આંકડાકીય માહિતી જ નથી તેનો પુરાવો જિલ્લા પંચાયતની વેબસાઈટ પરથી મળી રહ્યો છે. ખેતીવાડી શાખાની કામગીરી અને પાક અંગેની માહિતી તપાસતા છેલ્લે  વર્ષ 2013-14માં પાકની માહિતી અપડેટ થઈ છે. ત્યારપછી સાત વર્ષથી જિલ્લામાં કેટલા હેક્ટર જમીનમાં કેટલો પાક થયો છે તેની માહિતી અપડેટ થઈ નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!