Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આધેડના આપઘાત પ્રકરણમાં ચાર સામે દુષ્પ્રેરણનો ગુનો

On: November 28, 2021 11:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

એક વ્યાજખોર મહિને
૪.પ ટકા જેટલું વ્યાજ લેતો-અંતિમ ચીઠ્ઠીના આધારે પુત્રએ ફરિયાદ આપતાં ઈન્ફોસીટી પોલીસે
કાર્યવાહી કરી

ગાંધીનગર : અમદાવાદના
નાના ચિલોડામાં રહેતા ૪પ વર્ષીય આધેડે મિત્રના સગા પાસેથી વ્યાજે રૃપિયા લીધા બાદ વ્યાજના
ચકકરમાં ફસાઈ જઈ આખરે ભાટ પાસે સાબરમતી નદીમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે
તેમની ચીઠ્ઠીના આધારે ઈન્ફોસીટી પોલીસે ચાર વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક વ્યાજખોર દ્વારા લાખ રૃપિયાનું મહિને ૪.પ ટકા વ્યાજ
વસુલવામાં આવતું હોવાનું પણ ફરીયાદમાં જણાવાયું છે.

અમદાવાદના નાના
ચિલોડા પાસે નંદીપાર્ક સોસાયટીમાં રહેતા ૪પ વર્ષીય મહેશભાઈ માનસિંગભાઈ ડાંગી અમદાવાદ
એરપોર્ટ પર નોકરી કરતાં હતા અને જયાં તેમની સાથે મિત્ર સંજય રોહીતભાઈ છારા નોકરી કરતા
હતા. મહેશભાઈને રૃપિયાની જરૃર પડતાં તેમણે સંજયને વાત કરી હતી અને તેના આધારે સંજયની
સાળી કુબેરનગરમાં રહેતી કવિતા પાસેથી  રૃપિયા
વ્યાજે લીધા હતા જેનું દર મહિને વ્યાજ ચુકવવામાં આવતું હતું અને રૃપિયા ચુકવાઈ ગયા
બાદ પણ કવિતા અને તેનો પુત્ર વ્યાજના રૃપિયાની ઉઘરાણી કરતો હતો. સંજયે પણ રૃપિયા આપવા
છતાં હાથ અધ્ધર કરી દીધા હતા. તો નોબલનગર નંદીગ્રામ સે-૩માં રહેતા અશોકભાઈ ભુરાભાઈ
રાણા દ્વારા પણ એક લાખ રૃપિયાનું દર મહિને ૪.પ ટકા વ્યાજ વસુલી રૃપિયા ચુકવવા ધમકીઓ
આપવામાં આવતી હતી. જેને લઈ ઉઘરાણીથી કંટાળી જઈ મહેશભાઈએ આપઘાત કરવાનું નકકી કર્યું
હતું અને અંતિમ ચીઠ્ઠી લખીને ભાટ પાસે સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. ત્યારે આ
મામલે તેમના પુત્ર રૃપેશભાઈ ડાંગીની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે કુબેરનગર સંતોષીનગરમાં
રહેતી કવિતાબેન તેના પુત્ર ઉર્વીશ, સંજયભાઈ રોહીતભાઈ છારા અને અશોકભાઈ ભુરાભાઈ રાણા
સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.   

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!