લ્યો, ફરી પાંચ દિવસમાં વરસાદની આગાહી : લગ્નસરામાં વિઘ્ન નડશે

On: November 28, 2021 10:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અરબી સમુદ્ર
પર ડિસ્ટર્બન્સની અસરથી તા.
30 નવેમ્બરથી  તા.3 ડિસેમ્બર સુધીમાં
મધ્યમથી ભારે વરસાદ પડી શકે

    સુરત 

અરબી
સમુદ્ર પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસમાં દક્ષિણ
ગુજરાતમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી થતાં
ખેડૂતોની સાથે હાલમાં ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં વરસાદનું વિઘ્ન નડી શકે તેમ
છે.

સુરત શહેર
અને જિલ્લામાં હજુ શિયાળાની તુ બરાબર જામી નથી. પરંતુ વરસાદ પર વરસાદ વરસી રહ્યો છે.
હજુ થોડા દિવસ પહેલા કમોસમી માવઠાને ખેડૂતો ભૂલ્યા નથી. ત્યાં તો ફરીથી વરસાદની આગાહી
થઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની
અસરના કારણે સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ ૩૦ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી વરસાદની
સંભાવના છે. જેમાં
1 અને 2 ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે
વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા
છે. ઉત્તર પૂર્વીય પવનો ફુંકાવાની અને તા.
2 ડિસેમ્બરના રોજ પવનની
ઝડપમાં મહત્વપૂર્ણ વધારાની શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!