Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ટેકનિકલ કોર્સીસઃ ૩૦ જુલાઈ સુધીમાં પ્રવેશ,૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર

On: March 24, 2022 1:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ઈજનેરી-ફાર્મસી
સહિતના ટેકનિકલ કોર્સીસમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રવેશ પ્રક્રિયા માટે
ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા શીડયુલ જાહેર કરવામા આવ્યુ
છે.જે મુજબ ૩૦મી જુલાઈ સુધીમાં ટેનિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરાશે અને
૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર શરૃ થશે.

ધો.૧૨ સાયન્સ
પછીના ઈજનેરી-ફાર્મસી સહિતના યુજી ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું
શિડયુલ દર વર્ષે ટેકનિકલ કાઉન્સિલ દ્વારા જાહેર કરવાનું છે જે મુજબ જે તે રાજ્યમાં
પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે અને એકેડમિક ટર્મ શરૃ કરવાની હોય છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ટેકનિકલ કાઉન્સિલે જાહેર કરેલા સંભવિત કાર્યક્રમ મુજબ
પ્રવેશ ફાળવણીનો પ્રથણ રાઉન્ડ ૩૦ જુન પહેલા પૂર્ણ કરવાનો રહેશે તેમજ બીજો એડમિશન
રાઉન્ડ ૧૦ જુલાઈ પહેલા અને ત્રીજો અને અંતિમ રાઉન્ડ ૨૦ જુલાઈ પહેલા પુૂર્ણ કરવાનો
રહેશે. જ્યારે ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકો પર કોલેજોએ ૩૦મી જુલાઈ સુધીમાં
પ્રવેશ આપી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.જ્યારે ૧લી ઓગસ્ટથી શૈક્ષણિક સત્ર
શરૃ કરાશે.

ટેકનિકલ કાઉન્સિલ દ્વારા ૧૦ એપ્રિલ સુધી
કોલેજોને મંજૂરી કે નામંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે અને ૧૫મે સુધીમાં
રાજ્ય સરકાર અને યુનિવર્સિટી દ્વારા એફિલિએશન મંજૂર કરવાની કે નામંજૂર કરવાની
પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.મહત્વનું છે કે ટેકનિકલ કાઉન્સિલ દ્વારા આ સંભવિત
કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે પરંતુ આ કાર્યક્રમ મુજબ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે
પ્રક્રિયા પૂર્ણ કરવી મુશ્કેલ થશે.કારણકે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે મોડી
શરૃ થઈ રહી છે અને જેના પરિણામ મેના અંત સુધીમાં જાહેર થશે તેમજ સેન્ટ્રલ બોર્ડની
પરીક્ષાઓ ૨૮મી એપ્રિલથી શરૃ થનાર છે.પરિણામો મોડા આવતા ત્યારબાદ રજિસ્ટ્રેશન
સહિતની પ્રક્રિયામાં મોડુ થાય તેમ હોવાથી કાઉન્સિલે આગળ નવો સુધારેલો કાર્યક્રમ
જાહેર કરી મુદ્ત વધારવી પણ પડી શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!