Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વસ્ત્રાપુરમાં વર્ક પરમીટના બહાને કેનેડા લઈ જવાનું કહી 15 લાખની ઠગાઈ કરી

On: March 1, 2022 9:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 01 માર્ચ 2022 મંગળવાર

વસ્ત્રાપુરમાં વર્ક પરમીટના બહાને કેનેડા લઈ જવાનું કહી 15 લાખની ઠગાઈ કરનાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત અનુસાર ઘાટલોડિયામાં રહેતા વિશાલ નાગરે હર્ષિલ ઘનશ્યામભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વિશાલ નાગરે માર્ચ 2019મા હર્ષિલ ઘનશ્યામભાઈ પટેલની ડ્રાઈવ ઈન રોડ ગુરૂકુળ રોડ પર આવેલી ઉડાન હોલી ડે નામની ઓફિસનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેઓ વર્ક પરમીટ તથા વિઝા પરમીટને લગતુ કામ કરે છે અને વર્ક પરમીટ ઉપર કેનેડા મોકલે છે. 

વિશાલ નાગરને હર્ષિલ પટેલે તેમની કંપનીની કામગીરી સમજાવી અને ઘણા બધાને વર્ક પરમીટ અપાવી કેનેડા મોકલેલા ફોટા બતાવ્યા જેથી વિશાલને હર્ષિલ પટેલની વાત ઉપર વિશ્વાસ બેસ્યો. જેથી વિશાલે વર્ક પરમીટ કેનેડાના વીઝા માટે હર્ષિલ પટેલને વાત કરી અને તેમણે વિશાલને કંપનીની તમામ ફોર્માલિટી પૂરી કરી દેવા કહ્યુ જેથી કેનેડાના વર્ક પરમીટ વિઝા પાંચથી છ મહિનાની અંદર થઈ જાય. 

બાદમાં તેમણે કેનેડાના વર્ક પરમીટ વિઝા બનાવવાની પ્રોસેસના 2 લાખ રૂપિયા અને જરૂરી ડોક્યુમેન્ટ  જમા કરાવવા કહ્યુ. જેથી વિશાલ નાગરે 50 000 રોકડા તેમના ભાઈના એસબીઆઈ એકાઉન્ટમાંથી એક્સિસ બેન્કના એકાઉન્ટમાં ચેકથી ટ્રાન્સફર કરાવ્યા હતા. હર્ષિલ પટેલે તેમને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ અને રૂપિયા ભરેલી રિસિપ્ટ આપી. પાંચેક મહિના રાહ જોયા બાદ વિશાલ નાગરે તેમનો સંપર્ક કર્યો તો તેમણે કોઈ સંતોષ કારક જવાબ આપ્યો નહોતો. 

જેથી તેમણે વિઝા પરમીટ 25 જાન્યુઆરી 2020ના લખાણ મુજબ કરી આપી ન હોવાથી રૂપિયા પાછા માગ્યા તો હર્ષિલ પટેલે ફાઈલ પ્રોસેસમાં હોવાનુ અને બે મહિનામાં ફાઈલ પાસ થઈ જશે તેવુ કહ્યુ હતુ. ત્યારબાદ કોવિડ -19 ના કારણે વિશાલ નાગરે તેમનો સંપર્ક કર્યો નહીં. બાદમાં 2021 મા હર્ષિલ પટેલનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યુ કોવિડ-19 કારણે તેમની ફાઈલ કેન્સલ થઈ ગઈ છે અને તમને રુપિયા પાછા મળી જશે. વિઝા કેન્સલની પ્રોસેસ 45 દિવસની છે જે પ્રોસેસ પૂરી થયા બાદ રૂપિયા આપી દઈશ. 3 મહિના બાદ વિશાલ નાગરે હર્ષિલ પટેલને ફોન કર્યો તો તેમણે રિસીવ કર્યો નહીં, ઓફિસે ગયા તો તેઓ મળ્યા નહીં, ઓફિસના માણસોને પૂછપરછ કરી તો સંતોષકારક જવાબ આપ્યો નહીં.  

જોકે ત્યારબાદ હર્ષિલ પટેલનો સંપર્ક સાધતા ફોન ઉપાડ્યો અને તેમણે જણાવ્યુ કે તેઓ મુંબઈ કામથી આવ્યા છે અમદાવાદ આવી ફોન કરશે. ઓફિસ પર આવીને રૂબરૂમાં વાત કરશે. પરંતુ ફોન આવ્યો નહીં. ફોન કર્યો તો ઉપાડ્યો નહી, ઓફિસે ગયા તો ઓફિસ બંધ હતી. આજુબાજુ તપાસ કરતા જાણ થઈ કે તેઓ ઘણા દિવસ પહેલા ઓફિસ ખાલી કરી જતા રહ્યા છે.

સમગ્ર ઘટનામાં 16 માર્ચ 2019થી આજ દિન સુધી હર્ષિલ પટેલ 2 લાખ, વિરજ પટેલ 5 લાખ, નીલ પટેલ અઢી લાખ, ભૌતિક પટેલ અઢી લાખ, જીલ પટેલ ત્રણ લાખ એમ કુલ મળી 15 લાખ લઈ કેનેડાના વર્ક પરમીટ વિઝા લાવી નહીં આપી વિશાલ નાગર સાથે છેતરપિંડી કરી હોવાથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!