[ad_1]

ગરૂડી ગીતા, શ્રીનાડી ગ્રંથની ભવિષ્યવાણી છે કે સુવર્ણયુગ આવશે
ભવિષ્યમાં ભારત પીઓકે પરત મેળવશે તેમજ પાકિસ્તાનથી અસંતુષ્ટ એવા કેટલાક પ્રદેશો પણ સ્વતંત્ર થવાની વકી છે
ભારતની રાશિ પણ મકર હોવાથી ભારતે પણ સરહદ પર ચીન અને પાકિસ્તાનથી સંભાળવાનો સમય છે
ગાંધીનગર : મકર રાશીમાં એક સાથે છ ગ્રહો ભેગા થવાના કારણે યુક્રેન અને રશિયા વચ્ચે સિૃથતિ વધુ સ્ફોટક બનવા ઉપરાંત અણુયુદ્ધ તરફ સરકી જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
જાણીતા ખગોળ જ્યોતિષીએ આ ચિંતા વ્યક્ત કરી છે.તેમણે કહ્યું છે કે 26 ફેબુ્રઆરી 2022 એ બપોરે 3 ને 48 મિનીટે મંગળ મકર રાશીમા આવ્યો છે જેમાં 27મી ફેબુ્રઆરીએ ચંદ્ર તથા શુક્ર પણ મકરમાં આવ્યો છે, એ ઉપરાંત બુધ, શનિ તથા પ્લૂટો પણ મકર રાશીમાં છે તેથી 27મીએ છ ગ્રહો ભેગા થયા છે.
તેમના અભ્યાસમાં જણાવ્યું છે કે યુક્રેનના ઘટનાક્રમો અને મકર રાશીમાં હાલના ગ્રહોની સિૃથતિ જોતાં કર્મસંજોગો વિશ્વને અણુયુદ્ધ તરફ દોરી જાય તેવું લાગી રહ્યું છે. કર્મ એ વ્યક્તિ, જાતિ અને રાષ્ટ્રએ ભોગવવું પડતું હોય છે. અમેરિકાના બે સૃથળોએ પણ સિૃથતિ વણસી શકે છે. નાટો અને અમેરિકા વડે રશિયાના પગલાંઓની પ્રતિક્રિયાના ભાગરૂપે રશિયા પર કે તેના કોઇ સાથી દેશ પર પણ અણુશસ્ત્રોનો ઉપયોગ થઇ શકે છે.
ભારતની રાશી પણ મકર હોવાથી ભારતે પણ સરહદ પર ચીન અને પાકિસ્તાનથી સંભાળવાનો સમય છે. ભવિષ્યમાં રશિયાની પેટર્ન પ્રમાણે ભારત પીઓકે પરત મેળવશે તેમજ પાકિસ્તાનથી અસંતુષ્ટ એવા પાકિસ્તાનના કેટલાક પ્રદેશો સ્વતંત્ર થશે તો નવાઇ પામવા જેવું નથી. ભારતે એ જોવાનું રહેશે કે રશિયા સાથેના સબંધો બગડે નહીં. જો કે ચીન એક સૌથી મોટો પડકાર છે.
ગરૂડી ગીતા અને શ્રીનાડી નંદીગ્રંથની ભવિષ્યવાણી…
ગરૂડી ગીતા તથા શ્રીનાડી નંદીગ્રંથની ભવિષ્યવાણીઓને ટાંકીને તેમણે કહયું હતું કે મારા મત મૂજબ હાલના ઘટનાક્રમોના દૂરગામી પરિણામ સ્વરૂપે ચીન અને પાકિસ્તાનના એકથી વધુ ટુકડા થઈ જશે. જાપાનનું (ચીન સાથેનું) મહારાજ્ય બનશે. જાપાન એટલે જપઆણ દેશ અને ચીન એટલે પીળી પ્રજાનો પિત્ત દેશ.
ગરૂડીગીતા નામના ગોપ્ય ગ્રંથમા જે વર્ણન છે એ મૂજબ વિક્રમ સંવત 2101 (ઈ.સ. 2045) સુધી પૃથ્વીના પટ પર ધમાચકડી ચાલશે, જેમાં વિશ્વમા કુદરતી બનાવો, રોગચાળો, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કલહ અને અણબનાવો બને. ખંડ ખંડ વચ્ચે યાદવાસૃથળી સર્જાય.
2045 પછી વિશ્વમાં સુવર્ણયુગ આવી શકે છે…
આ સમય પછી ઈતિહાસ પ્રસિધૃધ આર્યાવર્ત દેશના પુરાતનકાલિન ઋષિમુનિ, સંત- મહંત,યોગી તપસ્વી મહાત્માઓએ વર્ષોના સ્વાનુભવના પરિણામે જે ધામક સામાજિક પારમાથક રાજકીય અને રાષ્ટ્રીય સંસૃથાઓનું બંધારણ સહિત સંસૃથાપન કર્યુ છે તેને અખિલ વિશ્વ અપનાવશે અને અનુસરશે.
ભારતવર્ષનો જૂનો વેદધર્મ યુરોપખંડમાં પ્રચાર પામશે અને સંસ્કૃત ભાષા પ્રત્યે યુરોપ તથા અમેરિકા ખંડની પ્રીતિ વધશે. વિક્રમ સંવત 2000 એટલેકે ઈ.સ. 1944 થી વિક્રમ સંવત 2101 (ઈ.સ.2045)સુધીના 101 વર્ષ પછી સુવર્ણ યુગ આવશે અને સોનાનો સૂરજ ઊગશે.
[ad_2]
Source link






