મહાશિવરાત્રીના પર્વ ને લઈને જામનગરના સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિરને ઝળહળતી રોશનીથી શણગારાયું

On: February 28, 2022 6:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 28

‘છોટી કાશી’ નામથી પ્રચલિત એવા નવાનગર- જામનગર શહેરમાં રાજાશાહીના વખતથી સ્થાપિત એવા ભીડભંજન મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, અને સમગ્ર મંદિર પરિસરને ધજા-પતાકાથી શણગારાયા ઉપરાંત મંદિરના શિખર અને ગર્ભગૃહ સ્તંભ સહિતના ભાગને ઝળહળતી રોશની થી સજ્જ બનાવી દેવાયું છે.

જામનગરની મધ્યમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વને લઇને દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે, અને શિવભક્તો વહેલી સવારે 4:30 વાગ્યાથી દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે મંદિરનું સંચાલન સંભાળતા જામ ધર્માદા ટ્રસ્ટ દ્વારા ભીડભંજન મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને ધજા પતાકા અને રોશનીથી શણગારી દેવાયું છે, ઉપરાંત મંદિરના ગર્ભગૃહ- શિખર- સ્તંભ તેમજ સમગ્ર મંદિર પરિસર સહિતના વિસ્તારને રંગબેરંગી રોશનીથી ઝળહળીત કરી દેવાયું છે.

મહાશિવરાત્રિના પર્વને લઇને જુદી-જુદી પૂજા તેમજ ચારે પ્રહરની આરતી સહિતની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આજે શિવરાત્રીના તહેવાર પહેલાં શિવજીના પ્રિય એવા સોમવારના વહેલી સવારથી જ ઝળહળતી રોશની સાથે ભીડભંજન મહાદેવનો ભવ્ય નજારો નિહાળીને શિવ ભક્તો ભાવવિભોર થયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!