[ad_1]

નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર
એક સમયે 8 દરવાજાના શહેર તરીકે જાણીતું, કોટ વિસ્તાર ફરતે દીવાલો વડે ઘેરાયેલું અમદાવાદ શહેર આજે તેના 611મા સ્થાપના દિને ફ્લાયઓવરનું શહેર બની ગયું છે. 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી. આજે શહેરમાં ફ્લાયઓવર્સની સંખ્યા જોઈએ તો તે એક સમયે શહેરના જેટલાં દરવાજા હતા તેના કરતાં 10 ગણાથી પણ વધારે છે.
હાલ અમદાવાદ શહેરમાં 79 જેટલા ફ્લાયઓવર્સ અસ્તિત્વમાં છે અને 10 જેટલા ફ્લાયઓવર્સનું નિર્માણ કાર્ય ચાલું છે. તે સિવાય વધુ 13 ફ્લાયઓવરના પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત છે અને વધુ 10 ફ્લાયઓવર વિચારણા અંતર્ગત છે. આ ઉપરાંત દીવાલોથી ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશની બહાર પણ શહેરનો વિસ્તાર થયો છે.
હાલ અમદાવાદ શહેર આશરે 480.88 વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે અને તાજેતરમાં જ અનેક નવા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ થયા છે.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)એ શહેરના એસપી રીંગ રોડ પર 4 ફ્લાયઓવર્સ બાંધ્યા છે અને અન્ય 6 જેટલા ફ્લાયઓવર્સનું કામ ચાલુ છે. હજુ અન્ય 9 ફ્લાયઓવર્સ બનાવવા માટેની યોજના છે જે માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. ટૂંક સમયમાં જ શહેરમાં 120 ફ્લાયઓવર્સ ધમધમતા થઈ જશે. જો સરખેજ-ગાંધીનગર હાઈવે પરના 6 ફ્લાયઓવર્સની ગણતરી કરવામાં આવે તો ફ્લાયઓવર્સની ટોટલ સંખ્યા 126 થઈ જશે.
શહેરમાં સાબરમતી નદી પર 10 પુલ આવેલા છે અને એક બેરેજ કમ બ્રિજના ટેન્ડર માટેની કાર્યવાહી ચાલી રહી છે. શહેરમાંથી પસાર થતી રેલવે લાઈન પર 22 ફ્લાયઓવર્સ આવેલા છે જ્યારે 3નું કામકાજ ચાલુ છે. આ સાથે જ આ રેલવે લાઈનના નીચેથી 18 જેટલા અંડરપાસ નીકળે છે અને 4 નવી સાઈટ પરનું કામ ચાલું છે.
વર્તમાનમાં રાયસણ, સનાથલ, મહમ્મદપુરા ક્રોસરોડ, શાંતિપુરા જંક્શન, સાયન્સ સિટી ખાતેના ફ્લાયઓવર તથા વસ્ત્રાલ ખાતેના રાહદારીઓ માટેના પેડેસ્ટ્રીઅન બ્રિજનું કામકાજ ચાલુ છે. તે સિવાય ઘુમા રેલવે લાઈન ઉપર એક ફ્લાઈઓવર બાંધવા માટે પ્રપોઝલ મુકવામાં આવેલી છે.
એમ કહી શકાય કે, એસપી રીંગ રોડ ઉપર એક અંડરપાસ અને 19 ફ્લાયઓવર હશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના 2022-23 માટેના બજેટમાં 13 નવા ફ્લાયઓવર્સ/રેલવે ઓવરબ્રિજની જાહેરાત કરી છે.
શહેરમાં જગતપુર, વિવેકાનંદ-વિનોબાભાવેનગરને જોડતા રિવર બ્રિજ, ઘોડાસર ક્રોસરોડ પરના સ્પ્લિટ ફ્લાયઓવર, પલ્લવ ક્રોસરોડ ફ્લાયઓવર, અનુપમ ખોખરા રેલવે ઓવરબ્રિજ, ચાંદલોડિયા ખાતે સિલ્વર ચાર રસ્તાથી દેવ સિટી વચ્ચે અંડરપાસ અને નરોડા-ડભોડા સ્ટેસન વચ્ચે રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. સતાધર ક્રોસરોડ અને નરોડા પાટિયા ખાતે ફ્લાયઓવરની જાહેરાત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ પુનિતનગર રેલવે ઓવરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ઓવરબ્રિજ અને થલતેજ-હેબતપુર ઓવરબ્રિજનું કામકાજ શરૂ કરવામાં આવશે. તે સિવાય અન્ય 8 અંડરપાસનું કામકાજ પણ ચાલુ છે.
એસપી રીંગ રોડ પરના 10 નવા ફ્લાયઓવર
બકરોલ જંકશન, હાથીજણ જંક્શન, રામોલ જંક્શન, વસ્ત્રાપુર પાંજરાપોળ જંક્શન, નિકોલ જંક્શન, દાસ્તાન જંક્શન, તપોવન જંક્શન, ઓગણજ જંક્શન (અંડરપાસ), શીલજ જંક્શન, સિંધુભવન જંક્શન
એસપી રીંગ રોડ પર અંડર કંસ્ટ્રક્શન ફ્લાયઓવરની યાદી
સાયન્સ સિટી થ્રીલેન, મોહમ્મદપુરા ક્રોસરોડ, રણાસણ જંક્શન, સનાથલ જંક્શન, શાંતિપુરા જંક્શન, વસ્ત્રાલ (પેડેસ્ટ્રીઅન બ્રિજ)
[ad_2]
Source link






