Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

હાટકેશ્વર અને અમરાઇવાડીમાં ગટરના પાણી ઉભરાતા હાલાકી

On: January 2, 2022 10:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.02 જાન્યુઆરી 2022,રવિવાર

હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડમાં ધીરજ હાઉસિંગમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. અમરાઇવાડી વોર્ડમાં પણ ત્રિવેણીના ચાલીમાં ૫૬ ઘરોમાં ગટરના પાણી બેક મારતા લોકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. મ્યુનિ.તંત્ર તમાશો જોઇ રહ્યું છે.

હાટકેશ્વરમાં ધીરજ હાઉસિંગ હરિપુરાના બ્લોક નંબર ૮૮ અને ૮૯ માં  સેવન્થ ડે  શાળાની પાછળના ભાગમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. અસહ્ય દુર્ગંધ, રોડ પર જ ગંદકી અને કાદવ-કિચડ થતા રહીશોને અવર-જવરમાં પણ તકલીફ પડી રહી છે. મ્યુનિ.સબ ઝોનલ કચેરીમાં જાણ કરી હોવા છતાંય કોઇ મરામત માટે આવ્યું ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે.

બીજી તરફ અમરાઇવાડી વોર્ડમાં ત્રિવેણીની ચાલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકોના ઘરોમાં ગંદા પાણી ફરી વળ્યા છે. ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા હોવાથી ટોઇલેટ-બાથરૂમમાં ગંદા પાણી ઉભરાઇ ગયા છે. જે  ઉભરાઇને  લોકોના ઘરના આંગણામાં ફેલાઇ જતા લોકો પારાવાર ગંદકી અને  સહન ન થાય તેવી દુર્ગંધ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.

ઘર આંગણે જ ગંદકી હોવાથી રહીશોના આરોગ્યનો પ્રશ્ન સર્જાયો છે. રહીશોના જણાવ્યા મુજબ ૫૬  જેટલા ઘરોમાં  ગટરનું પાણી બેક મારી રહ્યું છે. રજૂઆત છતાંય મ્યુનિ.તંત્ર દ્વારા ડ્રેનેજને લગતી કોઇ કામગીરી કરાઇ નથી. લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સપડાશે તેવી ભીતિ સેવાઇ રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!