Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

હિંમતનગરમાં ટયુશનિયા શિક્ષકના ઘરે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ

On: January 1, 2022 1:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર, તા. 31

હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર વિજ્ઞાાન પ્રવાહના
ટયુશનિયા શિક્ષકના ત્યાં શુક્રવાર સવારે તપાસથી હડકંપ મચ્યો હતો. તપાસ માટે ટીમો
આવ્યાનું લીક કરી દેવાતાં વિદ્યાર્થીઓને છોડી મૂકાયા હતા પરંતુ દિવસ દરમ્યાન
શહેરમાં ટયુશનિયા શિક્ષકોના ત્યાં તપાસનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સાબરકાંઠા ડી.ઈ.ઓ.એ મેં ટીમને સૂચના આપી હતી પરંતુ શું થયું તેની મને ખબર નથી તેવો
જવાબ આપ્યો હતો.

જિલ્લાના તમામ વિસ્તારોમાં સવાર થી માંડી સાંજ સુધી ટયુશનની
હાટડીઓ મંડાય છે અને ટયુશનિયા શિક્ષકો વર્ગખંડમાં યોગ્ય ધ્યાન આપતા ન હોવાની લેખિત
ફરિયાદો પણ કમિશનર શાળાઓની કચેરી-ગાંધીનગર સુધી કરવામાં આવી છે. હિંમતનગરની જાણીતી
વિજ્ઞાાન પ્રવાહ ધરાવતી શાળાના ફિઝીક્સ વિષયના શિક્ષક ટયુશન કરાવતા હોવાની વિગતો
જગજાહેર છે ત્યારે તા.૩૧ ડિસેમ્બરે સવારે શિક્ષણ વિભાગની ટીમે ગાયત્રી મંદિર રોડ ઉપર
આવેલા ટયુશનિયા શિક્ષકના ત્યાં તપાસ હાથ ધરતાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી હતી.

જ્યારે આ મામલો શિફ્તપૂર્વક સમેટી લેવામાં આવ્યો હોય તેવી
ચર્ચાઓએ જોર પકડયું છે.

 ટયુશનિયા શિક્ષકને
બક્ષવામાં આવ્યો હોય તો તેનું કારણ શું. આસપાસના સી.સી.ટીવી કેમેરા ચેક કરવામાં
આવે તો પણ ચાલતા ટયુશનના હાટડાંનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

ટયુશનનું રેગ્યુલર ચેકિંગ કરવા સૂચના :
ડી.ઈ.ઓ.

સાબરકાંઠા ડી.ઈ.ઓ. સંજયભાઈ વ્યાસનો સંપર્ક કરતાં પરોઢે કોઈ ટયુશનિયા
શિક્ષકના ત્યાં તપાસ થઈ હોય તેવું મારા ધ્યાનમાં નથી પરંતુ રુટીન તપાસ કરવા માટે એજ્યુકેશન
ઈન્સ્પેક્ટરોને સૂચના આપવામાં આવી છે. શુક્રવાર સવારે વિજ્ઞાાન પ્રવાહના શિક્ષકના ત્યાં
થયેલી તપાસ બાબતે પોતાની પાસે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!