Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સંતાનોને તરછોડી જતી રહેલી પરિણીતા હરિયાણાના યુવાન સાથે મળી આવી

On: December 2, 2021 2:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જૂનાગઢ, : સામાજિક અદ્યઃપતનનાં વધુ એક કિસ્સામાં જૂનાગઢમાં રહેતી અને બે સંતાનો ધરાવતી એક પરિણીતા સોશીયલ મીડિયાના માધ્યમથી હરિયાણાના યુવાન સાથે સંપર્કમાં આવ્યા બાદ બે સંતાનોને તરછોડી હરિયાણા યુવાન પાસે જતી રહી હતી. પોલીસને આ પરિણીતા લાપતા થયાની જાણ કરવામાં આવતા તપાસ દરમ્યાન પરિણીતા સોનીપતથી યુવાન સાથે મળી આવી હતી.

જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને બે સંતાનોની માતા તાજેતરમાં વહેલી સવારે પોતાનું ઘર છોડી જતી રહી હતી. આ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પીઆઇ એન.એ. શાહ સહિતની ટીમ દ્વારા ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જણાયું કે, ગુમ થનાર પરણિતા હરિયાણાના કોઈ યુવાન સાથે સંપર્કમાં હતી અને હાલ હરિયાણા રાજ્યના સોનીપત શહેર આસપાસ છે. જેના આધારે પોલીસ ટીમે સોનીપત ખાતે પહોંચીને સ્થાનિક પોલીસ સ્ટાફના સહયોગથી પરણિતા અને હરિયાણાના યુવાનને શોધી કાઢી પૂછપરછ કરતા ખુલ્યું કે, પરણિતા સોશિયલ મીડિયા દ્વારા યુવાનના સંપર્કમાં આવી હતી. હવે યુવાનની હરકતોથી પરેશાન થઈ ગઈ હતી તેમજ પોતાના સંતાનો યાદ આવતા હતા. જેથી પોતાના કુટુંબીજનો સાથે પરત ગુજરાત આવવાની ઈચ્છા વ્યક્ત કરતા સોનીપત ખાતેથી પરણિતાનો કબજો મેળવી જૂનાગઢ ખાતે લાવવામાં આવી હતી.  

ખાસ ‘શી’ ટીમના એએસઆઈ શોભાબેન સહિતના સ્ટાફ દ્વારા પરિણીતાને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરવામાં આવતા તેણીએ  જણાવ્યું કે, પોતે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપનો ઉપયોગ કરતી હોય, છેલ્લા સાત-આઠ માસથી ઇન્સ્ટાગ્રામ મારફતે હરિયાણાના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી અને ફેસબુક ઉપર ચેટિંગ દરમિયાન પ્રેમ થઈ જતાં ઘરેથી જરૂરી રોકડ ઘરેણાં લઈને હરિયાણા નાસી ગઈ હતી. બાદમાં જૂનાગઢ ખાતે માતા-પિતા સહિતના કુટુંબીજનો આવતા ‘શી’ ટીમ દ્વારા સમજાવીને પરિણીતાને સાથે લઈ ગયા હતા. આ કિસ્સો આજનાં યુવક-યુવતી અને તેના કુટુંબીજનો માટે લાલબત્તી સમાન છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!