Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ : પ્રતિબંધ હટાવવા કે નહીં, સરકાર મૂંઝવણમાં

On: November 30, 2021 3:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


નવા વેરિયન્ટ બાદ પ્રતિબંધ હળવા કરવા ભારે પડી શકે છે

ગૃહમંત્રી-ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઇ,  આજે  રાત્રિ કરફયૂ  સહિત અન્ય મુદ્દાઓને લઇને નવી માર્ગદર્શિકા જાહેર થશે 

અમદાવાદ : નવા ઓમિક્રોન વેરિયન્ટે દેખા દેતાં સમગ્ર વિશ્વ ચિતાતુર બન્યુ છે . ગુજરાતમાં કોરોનાના કેસો નહિવત છે  છતાંય નવા વેરિયન્ટને લઇને રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો ઉઠાવવા કે પછી યથાવત રાખવા તે અંગે સરકારે વિચારણા હાથ ધરી છે.

મંગળવારે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર હવે શુ નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાઇ છે.જોકે, પંચાયતોની ચૂંટણીને પગલે સરકાર તો તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાના મતમાં જ છે.

અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે.આવતીકાલે રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અિધક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત રાખવો તે મુદ્દે ચર્ચા થઇ હતી.

ચર્ચા એવી છેકે, ભાજપે અત્યારથી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખના આદેશને પગલે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે દિવાળી સ્નેહ મિલનોમાં હજારોની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. પંચાયતોની ચૂંટણી ય જાહેર થઇ છે. આ સંજોગોમાં સરકાર જ પ્રતિબંધો ઉઠાવી લેવાના મતમાં છે. 

આ તરફ,  ગુજરાત સ્ટેટ ટાસ્ક ફોર્સ કમિટી ફોર કોરોનાના સભ્ય ડો.દિલિપ માવલંકરનું કહેવુ છેકે, ગુજરાતીઓએ હજુ કોરોનાથી સતર્ક રહેવાની જરૂર છે. નવો વેરિયન્ટ કેટલો ઘાતક છે આૃથવા કેટલો માઇલ્ડ છે તે પુરવાર થાય તે અગાઉ પ્રતિબંધો હળવા કરવા જોઇએ.

પંદરેક દિવસમાં જ નવા વેરિયેન્ટને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ જશે. આહનાના પ્રમુખ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, એર બુકિંગ અને રેલ્વે બુકિંગ વખતે રસીનું સર્ટીફિકેટ ફરજીયાત કરવુ જોઇએ. એટલું જ નહીં, આધાર કાર્ડ સાથે લિંક કરી દેવુ જોઇએ. બીજો ડોઝ જેણે નથી લીધો તે અંગે સઘન કામગીરી કરવી જોઇએ.

જોકે, ચર્ચા એવી છેકે, ગુજરાત સરકાર હેવ અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉઠાવી લેશે. સાથે સાથે લગ્નમાં 400થી વધારીને 800 જણાંને મજૂરી આપવા વિચારી રહી છે. હવે જયારે નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં મૂકાઇ છે. મંગળવારે નવી માર્ગદર્શિકા જાહેર થઇ શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!