નર્સિંગ કોલેજોમાં કાઉન્સિલે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત કરી

0
425

[ad_1]

અમદાવાદ

નર્સિંગ
કોલેજોમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે નર્સિંગ કાઉન્સિલે બાયોમેટ્રિક હાજરી
ફરજીયાત કરી છે.નર્સિંગ કાઉન્સિલે તમામ કોલેજોને સર્ક્યુલર કરીને બાયોમેટ્રિક મશીન
ઈન્સ્ટોલ કરવા આદેશ કર્યો છે.જે કોલેજો બાયોમેટ્રિક હાજરી અમલમાં નહી મુકે તેની
સામે કાઉન્સિલે પગલાં લેવાની પણ ચીમકી આપી છે.

ેશમાં
ચાલતી નર્સિંગ કોલેજોનું રેગ્યુલેશન્સ કરનારી નર્સિંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તમામ
યુનિ.ઓ અને સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ તેમજ નર્સિંગ કોેલેજોને પરિપત્ર કરીને જણાવ્યું
છે કે નર્સિંગના વિદ્યાર્થિીઓ અને કોલેજોના સ્ટાફ માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત
કરવામા આવે અને તે માટે બાયોમેટ્રિક મશીન ઈન્સ્ટોલ કરવામા આવે.જેના દ્વારા
મોર્નિંગ અને ઈવનિંગ એમ બંને શિફ્ટના વિદ્યાર્થીઓ અને સ્ટાફની હાજરીનો રેકોર્ડ
રાખવાનો રહેશે.

આ માટેનો
નાણાકીય બોજ પણ કોલેજોએ ઉપાડવાનો રહેશે.મશીન લગાવવુ એ દરેક કોલેજની જવાબદારી રહેશે
અને કાઉન્સિલ ગમે ત્યારે કોઈ પણ કોલેજ પાસેથી બાયોમેટ્રિક હાજરીનો રેકોર્ડ માંગી
શકે છે.કોલેજોને કાઉન્સિલે હાજરીની વિગતો વેબસાઈટ પર પણ મુકવા માટે આદેશ કર્યો
છે.ઉપરાંત કાઉન્સિલે કોલેજોના આચાર્ય-ડીનને એફિડેવિટ સ્વરૃપે બાયોમેટ્રિક મશીન
યોગ્ય રીતે લગાવ્યુ હોવાની બાયંધરી પણ આપવા આદેશ કર્યો છે.જે કોલેજો કાઉન્સિલનો
આદેશ નહી માને તેની સામે ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એક્ટ હેઠળ પગલા લેવાશે.

 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here