[ad_1]

– 41 કેસો પર ચર્ચા બાદ 31 કેસની ફાઇલ દફતરે કરાઇ : કોર્ટમાં કેસ ચાલુ હોવા છતા લેન્ડગ્રેબીંગ અંગે અરજી કરી હતી
સુરત
જિલ્લા
કલેકટરમાં મળેલી લેન્ડ ગ્રેબીગની બેઠકમાં કુલ 41 કેસોમાંથી 31 કેસો દફતરે કરી દેવાયા હતા. જયારે છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની અને
ચાર કેસ પેન્ડીંગ રખાયા હતા.
સુરત જિલ્લા
કલેકટક આયુષ ઓકની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં સુરત શહેર પોલીસ
કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કુલ ૪૧ કેસો પર ચર્ચા વિચારણા
કરાયા બાદ નિર્ણય લેવાયા હતા. જેમાં 31 કેસો દફતરે કરી દેવાયા હતા. મોટાભાગના કેસો કોર્ટમાં ચાલુ હોવા છતા લેન્ડ
ગ્રેબીંગમાં અરજી કરતા દફતરે કરી દેવાયા હતા. તો છ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો
હુકમ થયો હતો. અન્ય ચાર કેસો પોલીસ ફરિયાદ દાખલ કરવી કે નહીં ? તે અંગે પેન્ડીંગ રાખવામાં આવ્યા છે.
[ad_2]
Source link






