શારીરિક સબંધ બાંધ્યા બાદ યુવાને યુવતીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી દીધી

On: January 2, 2022 8:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– યુવાને ઘેરથી ભાગી જવાનું કહેતા યુવતીએ ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી

વડોદરા તા. 02 

સંખેડા તાલુકાના ઢેબરપુરા ગામે એક ખેતરમાં દાટી દીધેલી આશરે 22 વર્ષની વયની એક મહિલાની તારીખ 30 ના રોજ લાશ મળી હતી પોલીસે આ લાશ ગામમાં રહેતી રેખા પ્રભુ તડવીની હોવાનું શોધી કાઢયું હતું રેખાની હત્યા કર્યા બાદ તેની લાશને ખેતરમાં હત્યા કર્યા બાદ કોને દાટી તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે સંખેડા તાલુકાના ફાફટ ગામમાં રહેતા અલ્પેશ પ્રવિણ તડવી નામના યુવાન સાથે રેખાને ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો 20 દિવસ અગાઉ અલ્પેશ અને રેખા બન્ને ખેતરમાં મળ્યા ત્યારે બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા બાદમા અલ્પેશે ઘેરથી ભાગી જવાનું કહેતા રેખાએ ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થતા અલ્પેશે રેખાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને દાટી દીધી હતી પોલીસે અલ્પેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે રેખાના કાયાવરોહણમાં રહેતા પિયુષ નામના યુવાન સાથે લગ્ન થયા હતા પરંતુ તે સાસરી જતી ન હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!