[ad_1]

બાઇકમાં
પંકચર પડયું હતું, ક્રિકેટ પ્રેકટીસમાં ઇજા થઇ હતી, ઘરે કોઇ બીમાર હતું,
વડાપ્રધાનની મનકી બાત કાર્યક્રમમાં હતો
સુરત
સુરતમાં
ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેર હાજર રહેલાં કોર્પોરેટરોએ વિદ્યાર્થીઓની જેમ
ગેર હાજરીના બહાના નોટીસના ખુલાસાાં કર્યા છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજ્યાત હાજર રહેવા તાકીદ કરી હોવા છતાં ભાજપના
26 કોર્પોરેટરો
ગેરહાજર રહ્યાં હતા. ગેરહાજર રહેલાં કોર્પોરેટરોને શાસક પક્ષ નેતાએ નોટીસ ફટકારી ખુલાસો
માગ્યો હતો. આ નોટીસના ખુલાસામાં કોર્પોરેટરોએ પણ સ્કુલમાં વિદ્યાર્થીઓ ગેર હાજર રહે
છે ત્યાર બાદ બહાના કાઢે છે તેવા બહાના ખુલાસામાં
કાઢ્યા હતા.
ગુજરાતના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સુરતના કાર્યક્રમમાં ભાજપની તાકીદ છતાં પણ 26કોર્પોરેટરો
કાર્યક્રમમાં હાજર રહ્યાં ન હતા. શાસક પક્ષ નેતા અમિત રાજપુતે શહેર પ્રમુખની
સુચનાથી કાર્યક્રમમાં હાજર ન રહેતાં ૨૬ કોર્પોરેટરોને નોટીસ ફટકારીને ખુલાસો
માગ્યો હતો. જેાં ૨૬ પૈકીના નવ કોર્પોરેટરોએ પોતે અથવા પોતાના પરિવારના સભ્યો
બિમાર હોવાનો ખુલાસો કર્યો હતો.
જ્યારે
કતારગામના એક કોર્પોરેટરે તો પોતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવતાં હતા પરંતુ
તેની બાઈકમાં પંકચર પડતાં તેઓ કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા તેવો ખુલાસો કર્યો
છે. જ્યારે બે સભ્યોએ તો એવો ખુલાસો કર્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના
મનકી બાતેના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા તેના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં
હાજર નથી રહી શક્યતા તેમ જણાવ્યું હતું. તો એક કોર્પોરેટરે તો ક્રિકેટની પ્રેક્ટીસ
દરમિયાન ઈજા થઈ હોવાથી કાર્યક્રમમાં હાજર
ન રહી શક્યા તે પ્રકારનો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેર હાજર
રહેવા બદલ નોટીસ ફટકારવામા આવી હતી તેની ચર્ચા કરતાં ગેર હાજર રહેલાં
કોર્પોરેટરોના ખુલાસાના કારણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.
[ad_2]
Source link






