Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

એમ.એસ.યુનિ.ના નવા વીસી બનવા ૮૦ વ્યક્તિઓએ બાયાડેટા મોકલ્યા

On: December 30, 2021 8:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવા માટે બનાવવામાં આવેલી સર્ચ કમિટિ સમક્ષ ૮૦ ઉમેદવારોએ પોતાના બાયોડેટા મોકલી આપ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા શબ્દોમાં કહેવામાં આવે તો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવા માટે ૮૦ જેટલા લોકોએ રસ બતાવ્યો છે.બાયોડેટા મોકલનારામાં ત્રણ થી ચાર અધ્યાપકો એમ.એસ.યુનિવર્સિટીના પણ હોવાની ચર્ચા છે.જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યુ નથી.

કમિટિએ બાયોડેટા મોકલવા માટે લગભગ એક મહિના પહેલા જાહેરનામુ બહાર પાડયુ હતુ અને ૨૬ ડિસેમ્બર બાયોડેટા મોકલવાની અંતિમ તારીખ હતી.આ સમયગાળામાં ૮૦ જેટલી અરજીઓ કમિટિને મળી હોવાનુ યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે.

યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસનો કાર્યકાળ ૧૦ ફેબુ્રઆરીએ સમાપ્ત થવાનો છે ત્યારે સર્ચ કમિટિ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ત્રણ નામ સરકારને સુપરત કરે તેવી શક્યતા છે.જોકે બાયોડેટા મંગાવ્યા બાદ હજી સુધી કમિટિની એક પણ બેઠક યોજાઈ નથી તેવુ સૂત્રોનુ કહેવુ છે.

સર્ચ કમિટિમાં યુનિવર્સિટીની સિન્ડિકેટના પ્રતિનિધિ તરીકે દિલ્હીની નેતાજી સુભાષચંદ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.સૈની, ગોધરાની ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ અને ચાન્સેલરના પ્રતિનિધિ તરીકે ડો.અજય રાન્કાનો સમાવેશ કરાયો છે.જે વડોદરાના ઉદ્યોગપતિ પણ છે.

વાઈસ ચાન્સેલરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવાર પાસે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ તેમજ ૬૨ વર્ષ કરતા ઓછી વય  હોવી જરુરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!