Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે પણ કાંકરીયા કાર્નિવલ નહીં યોજવા નિર્ણય

On: December 2, 2021 7:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,1
ડિસેમ્બર,2021

કોરોના સંક્રમણની હાલની સ્થિતિ તેમજ ઓમીક્રોનના વિશ્વના
દેશોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી અમદાવાદમાં સતત ત્રીજા વર્ષે પણ કાંકરીયા
કાર્નિવલ નહીં યોજવા અંગે મ્યુનિ.ની રીક્રીએશન કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો
છે.બીજી તરફ કમિટીમાં ફલાવર શો આયોજીત કરવા મંજુરી માંગતી દરખાસ્ત શરતી મંજુરી
આપવા સાથે પસાર કરવામાં આવતા  કમિટીના
બેવડા વલણને લઈ આગામી દિવસોમાં વિવાદ વકરે એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રીએશન કમિટીની મળેલી
બેઠક બાદ ચેરમેન રાજુ દવેએ પ્રતિક્રીયા આપતા કહ્યુ
,કાંકરીયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષે ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધી
યોજવામાં આવતો કાંકરીયા કાર્નિવલ કોરોના સંક્રમણ અને નવા વેરીયન્ટથી વિશ્વના
દેશોમાં જોવા મળતી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ વર્ષે પણ નહીં યોજવા ચર્ચા બાદ
નિર્ણય લેવામાં આવ્યો છે.સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ
, કાંકરીયા
લેકફ્રન્ટ ખાતે વર્ષ-૨૦૧૯-૨૦ બાદ સતત ત્રીજા વર્ષે પણ કાર્નિવલ યોજવામાં નહીં આવે.

કાંકરીયા કાર્નિવલ નહીં યોજવાનો નિર્ણય લેનારી રીક્રીએશન
કમિટીએ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી-૨૦૨૨ના પ્રથમ પખવાડીયા દરમ્યાન
એલિસબ્રીજથી સરદારબ્રીજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ઈવેન્ટ સેન્ટરના
વિસ્તારમાં ફલાવર શો-૨૦૨૨નું આયોજન કરવા તથા ખર્ચનો અંદાજ મંજુર કરવા મ્યુનિસિપલ
કમિશનરને સત્તા આપતી દરખાસ્ત જો કોરોનાના કેસ વધે તો આયોજન અંગે ફેરવિચારણા કરવી
એવી શરત સાથે મંજુર કરી છે.

નિકોલના એમ્યુઝમેન્ટ પાર્કના દર-સમયમર્યાદામાં વધારો મંજુર
કરાયો

નિકોલ વિસ્તારમાં આવેલા ઋષિકેશ રામાણી ગાર્ડનમાં નિલેષા
એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાકટરને મ્યુનિ.ના સત્તાધીશોએ બેવડો લાભ કરાવ્યો છે.
કોરોના મહામારી અને લોકડાઉનના સમયમાં બંધ રાખવામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કની મુદત
ત્રણ વર્ષ વધારી આપવામાં આવી છે.ઉપરાંત 
બાળકો માટેની ટિકીટના દર તેર રુપિયાના વીસ તથા વયસ્ક વ્યકિતઓ માટે ટિકીટના
દર તેર રુપિયાના ત્રીસ કરી આપવામાં આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!