Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પતિના અનૈતિક સંબંધથી ત્રસ્ત મહિલાએ 3 વર્ષના બાળકની હત્યા કરી, પત્નીના આપઘાતમાં દુષ્પ્રેરણાની ફરીયાદ

On: December 2, 2021 6:09 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સ્યુસાઇડ નોટના આધારે પોલીસની કાર્યવાહી, સગી ભાભી જોડે અફેર હતું, સાસુ જાણતા હોવા છતા કંઇ બોલતા ન હતા

– પુત્રને એક પણ વખત જોવા નહીં આવનાર પતિએ સ્કૂલ ફી ના 60 હજાર આપવા પણ ઇન્કાર કરી દેતા આપઘાતનું પગલું ભર્યુ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

ઉગત વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિના સગી ભાભી સાથેના અનૈતિક સંબંધ અને સાસુના ત્રાસથી કંટાળી વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્રનું ધ્રુજતા હાથે ગળું દબાવી હત્યા કર્યા બાદ ફાંસો ખાઇ આપઘાત કરી લેવાના પ્રકરણમાં રાંદેર પોલીસે પતિ, સાસુ અને જેઠાણી વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના મીંઢોળા એપાર્ટમેન્ટમાં અરવિંદ પરમારને ત્યાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી રહેતી પુત્રી પ્રિયવંદના ઉર્ફે પીન્કી સતીષ કોસંબીયા (ઉ.વ. 31) એ વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્ર રિષભ ઉર્ફે રીશુનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને પીન્કીની ફાંસો ખાધેલી લાશ નજીકથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં મારો રીશુ મારો દીકો, મેં ગળું દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, આઇ લવ યુ સો મચ રીશુ, એ જીવતે તો એની જીંદગી બરબાદ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા, મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી, કાશ સતીષ તું સમજતે, તારી માં સમજતે, મને અને રીશનું તારી બો જરૂર હતી સહિતની પોતાની વેદના ઉપરાંત સગી ભાભી ભાવના સાથેના અફેર હોવાનું અને આ બાબતથી સાસુ લલીતાબેન વાકેફ હોવા છતા કંઇ બોલતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જયારે પીન્કીના પિતા અરવિંદ પરમારે આક્ષેપ કર્યો હતો કે લગ્નના ગણતરીના દિવસો બાદ શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પીન્કીના પુત્ર રીષભના સ્કૂલમાં એડમિશન માટે ફી ના 60 હજાર રૂપિયા આપવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી કંટાળીને પીન્કીએ આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે પતિ સતીષ લલીત કોસંબીયા, સાસુ લલીતાબેન નગીન કોસંબીયા અને જેઠાણી ભાવના સુરેશ કોસંબીયા (તમામ રહે. ઓમકાર એપાર્ટમેન્ટ, સંત તુકારામ સોસાયટી-6, પાલનપુર જકાતનાક) વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!