Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માં રીશુ મરી ગયો, સોરી દિકરા આવી રીતે મારવા માટે…પતિના અનૈતિક સંબંધથી ત્રસ્ત પત્નીએ 3 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી આપઘાત કર્યો

On: December 1, 2021 5:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સાડા ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી, પતિ એક પણ વખત પુત્રને જોવા આવ્યો ન હતો તેમ છતા તેની સાથે જ રહેવા ઇચ્છતી હતી

– સ્યુસાઇડ નોટમાં ભાવના નામની મહિલા સાથે અફેરનો ઉલ્લેખ, લગ્નજીવનનો માળો વિખેરવામાં સાસુની ભુમિકા હોવાનો પણ સ્યુસાઇડમાં ઉલ્લેખ

સુરત
માં રીશુ મરી ગયો, મેં ગળુ દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, સોરી દિકરા આવી રીતે તને મારવા માટે…આ દર્દનાક શબ્દો વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઇ મોતનું આત્યાંતિક પગલું ભરનાર શહેરના ઉગત વિસ્તારમાં રહેતી પરિણીતાની સ્યસાઇડ નોટના છે. પતિના સગી ભાભી સાથેના અનૈતિક સંબંધ અને પોતાના લગ્ન જીવનનો માળો વિખેરનાર સાસુના ત્રાસથી સાડા ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પરિણીતા છેવટે જીંદગીથી કંટાળી દિલના ટુકડાને મોતને ઘાટ ઉતારી પોતે પણ મોતની ચાદર ઓઢી લીધી હતી.
શહેરના ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના મીંઢોળા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. બી/1301 માં રહેતા અરવિંદ પરમારે રાબેતા મુજબ 7 વાગ્યે પુત્રી પ્રિયવંદના ઉર્ફે પીન્કી સતીષ કોસંબીયા (ઉ.વ. 31) નહીં ઉઠતા પત્નીને ઉઠાડવા મોકલી હતી. પરંતુ બેડરૂમનો દરવાજો ખોલતાની સાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી પીન્કી અને સાડા ત્રણ વર્ષના પુત્રને વિચલીત હાલતમાં જોઇ ચોંકી ગયા હતા અને બુમાબુમ કરી હતી. જેથી પતિ અરવિંદ અને પડોશીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે માતા પુત્રને મૃત જાહેર કરતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે રાંદેર પોલીસ દોડી આવી હતી. પોલીસે પીન્કી અને સાડા ત્રણ વર્ષના તેના પુત્ર રિષભ ઉર્ફે રીશુનો મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ કરાવવાની તથા રૂમની તલાશી લીધી હતી. જે અંતર્ગત એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

સ્યુસાઇડ નોટમાં પીન્કીએ પોતાની વ્યથા ઠાલવતા લખ્યું હતું કે માં મારો રીશુ મરી ગયો, મેં ગળું દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, આઇ લવ યુ સો મચ રીશુ, એ જીવતે તો એની જીંદગી બરબાઇ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા, મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી…..સહિતનું દર્દનાક લખાણ હતું. સ્યુસાઇડ નોટમાં પોતાની વ્યથાની સાથે પીન્કીએ પતિ સતીષના ભાવના નામની મહિલા કે જે તેની સગી ભાભી થાય છે તેની સાથે અફેર હોવાનો તથા પોતાનું લગ્નજીવનનો માળો વીખેરવામાં સાસુનો હાથ હોવાનો ઉલ્લેખ કરી પોતાની જીંદગી બરબાદ કર્યાનું પણ લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઇ આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

એ જીવતે તો એની જીંદગી બરબાદ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા
મારો રીશું મારો દીકો,
મે ગળું દાબીને મારી નાંખ્યો
મારુ ઢીંગલું
I Love you so much RISHU
એ જીવતો તો એની જીંદગી બરબાદ થઈ જતે
મારા હાથ બો જ ધ્રૂજતા હતા
મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી..
કાશ સતીષ તુ સમજતે, તારી માં સમજતે
મને અને રીશુંને તારી બો જરૂર હતી..
તુ અને ભાવના કયારેય પણ નહીં સુધરો
તમને સપોર્ટ કરવા વાળી તારી માં
મારૂ ઘર તોડવા વાળી તારી માં..
જો ઘર કરાવવાનું જ નહીં હોય તો તારી માંએ લગ્ન જ શું કામ કરાવ્યા
શું કામ મારી જીંદગી બરબાદ કરી…
ભાવના સાથે તારુ અફેર હતું, મને જ્યારે ખબર પડી તે જ દિવસે હું આત્મહત્યા કરવાની હતી.
પણ માં બાપના વિચાર કરી હું અટકી જતી.
હું ભાવનાથી અને તારી માં થી બો જ નફરત કરુ છું. મારુ ઘર તોડી નાંખ્યું તારી માંએ.
મારા દિલનો ટુકડો
મારી જાન
મારો રીશું
સોરી દિકરા આવી રીતે તને મારવા માટે…

જમાઇના ભાભી સાથે અફેર હોવાનો પીન્કીના પિતાનો આક્ષેપ
દિલના ટુકડાને ધ્રુજતા હાથે ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરનાર પીન્કીના પિતા અરવિંદ પરમારે આક્ષેપ કર્યો હતો કે લગ્નના માંડ પંદર દિવસમાં જ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા જમાઇ સતીષનું તેની ભાભી સાથે અફેર છે અને તેમાં તેઓના ફોટો હોવાથી મોબાઇલ લોક રાખતો હતો. સાતમાં મહિને સીમંતની તારીખ નક્કી કરી હતી પરંતુ ત્રાસથી કંટાળી એક દિવસ અગાઉ પિયર રહેવા આવી ગઇ હતી. પુત્ર રિષભને પણ જોવા આવ્યા ન હતા. સતીષ એક પિતા હોવાની તમામ જવાબદારીથી ભાગતો હતો. પરંતુ સતીષ સાથે જ જીંદગી જીવવાના ધ્યેય સાથે સતત તેને ઝંખતી હતી અને છેવટે તેણે મોત વ્હાલું કરી લીધું હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!