Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નવા વેરિયન્ટને લીધે સરકારને ડર આઠ શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત

On: November 30, 2021 10:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


‘નમસ્તે ટ્રમ્પવાળી’ થવાના ડરે પ્રતિબંધ હળવા કરવાનું ટાળ્યું 

અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં રાત્રિના 1થી પ વાગ્યા સુધી કરફ્યૂ, બજારો-હોટલો રાત્રે 12 સુધી ખુલ્લા રહેશે 

અમદાવાદ : નવા ઓમિક્રોન વેરિયન્ટને લીધે સમગ્ર દુનિયા ચિંતિત છે.  નવા વેરિયન્ટને પગેલ કોંરોનાની ત્રી જી લહેરના ડરથી ગુજરાત સરકારે પણ શહેરોમાં રાત્રિ કરફયૂ સહિતના નિયંત્રણો હટાવવાનુ હાલ પુરતુ ટાળ્યુ છે.

અમદાવાદ સહિતના આઠેય મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ યથાવત રખાયો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર નિયમો માત્ર દસ દિવસ માટે અમલી બનાવાયા છે.તા.10  ડિસેમ્બર સુધી નવી માર્ગદર્શિકા અમલમાં રહેશે. અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ મુદત પૂર્ણ  થતા જ રાજ્ય ગૃહ વિભાગે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. 

અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિના એક વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. હોટલ- રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો,બજાર, લારી ગલ્લા, માર્કેટિંગ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્સ રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. રાત્રિ કરફયુના સમયમાં કોઇ ફેરફાર કરવાનુ સરકારે ટાળ્યુ છે. સિનેમા હોલ 100 ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.

શહેરોમાં બાગ બગીચા પણ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. લગ્ન માટે 400 જણાંની મંજૂરીને સરકારે યથાવત રાખી છે.લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની ય જોગવાઇ કરાઇ છે. કોચિંગ સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે, વાંચનાલય 75 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. સ્પા પણ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા સરકારે લીલીઝંડી આપી  દીધી છે. 

રેલીઓ,દિવાળી સ્નેહમિલનમાં હજારોની ભીડ એકત્ર કરી કોરોનાએ જાણે ગુજરાતમાંથી વિદાય લીધી છે તેવુ ચિત્ર ખુદ સરકાર જ ઉભુ કરી રહી છે. સરકાર જ કોરોનાના પ્રતિબંધ વધુ હળવા કરવાના મતમાં હતી.

એટલું જ નહીં, લગ્નમાં 800 જણાંને છુટ આપવા મંજૂરી આપવા ચર્ચા કરાઇ હતી પણ નવા વેરિયન્ટને કારણે સરકારને ગુજરાતમાં નમસ્તે  ટ્રમ્પવાળી થવાનો ડર પેઠો હતો. એટલું જ નહીં, જો કોરોના વકરે તો સરકારના માથે ઠિકરૂ ફુટે તેમ હોવાથી રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણો યથાવત રાખવા ફરજ પડી છે.

ભાજપના દિવાળી સ્નેહ મિલનમાં હજારોની ભીડ, લગ્નમાં 400 જણાં હોય તો મંજૂરી લેવાની…..

ભાજપના નેતા-કાર્યકરો માટે કાયદા જ નથી. કાયદો માત્ર ગુજરાતની આમ જનતા માટે જ છે. ભાજપના દિવાળી સ્નેહ મિલનમાં હજારોની ભીડ એકત્ર થાય, રસ્તા પર ટ્રાફિક જામ થાય, ભાજપના કાર્યકરો માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરે તો ય પોલીસ તમાશો નિહાળે છે.

જયારે લગ્ન પ્રસંગ હોય તો ગુજરાત ડીજીટલ પોર્ટલ પર મંજૂરી લેવાની સરકારે જોગવાઇ રહી છે. આમ, આમ જનતા કાયદાનુ પાલન ન કરે તો પોલીસ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તૈયાર જ હોય છે પણ ભાજપના કાર્યક્રમ હોય તો આંખે પાટા બાંધી લે છે.

વાઇબ્રન્ટ ગુજરાતને જોતાં માત્ર દસ દિવસ માટે જ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

ગત વખતે રાત્રિ કરફ્યૂ સહિતના પ્રતિબંધા માટે ગૃહ વિભાગ એક મહિના માટે જાહેરનામુ પ્રસિધૃધ કર્યુ હતું. ચર્ચા એવી છેકે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના દિવસો નજીક આવી રહ્યા છે.

નવી સરકાર આ ઇવેન્ટ યોજવા ખૂબ જ ઉત્સાહિત છે. પણ નવો વેરિયન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં ગ્રહણ સર્જી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે જ ગૃહ વિભાગે દસ દિવસ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા વાઇબ્રન્ટ કેટલો ઘાતક છે આૃથવા કેટલો માઇલ્ડ છે તે ચિત્ર પંદરેક દિવસમાં જ સ્પષ્ટ થઇ જશે જેના કારણે ગૃહ વિભાગે થોડાક દિવસ માટે જાહેરનામુ પ્રસિધૃધ કર્યુ છે. તા.10 ડિસેમ્બર સુધી નવા નિયમો અમલમાં છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!