[ad_1]
જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર
જામનગર તાલુકાના ઠેબા ગામમાં 2012ની સાલમાં એકી સાથે સાત દુકાનના તાળા તૂટયા હતા. આ ઉપરાંત આંગણવાડી સહિતમાં ચોરી કરવા અંગેના પ્રકરણમાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પકડી પાડયો છે, અને પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના સુપરત કરી દીધો છે.
જામનગર તાલુકાના ઠેબા ગામમાં એકી સાથે 7 દુકાનોના તાળા તોડવા તેમજ આંગણવાડીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા 9 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ઘરફોડ કરતી મુળ મધ્યપ્રદેશની ગેંગના સાગરીતને રાજકોટ જીલ્લાના હડાળા ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ફર્લો સ્કવોડના સ્ટાફ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે જામનગર જીલ્લાના પંચ એ ડીવી. પોલીસ મથકમાં વર્ષ 2012માં એકીસાથે 7 દુકાનોના તાળા ઠેબા ગામે તૂટ્યા હતા, ઉપરાંત અંગણવાડીની ચોરી સહિતના ગુનામાં નાસતો ફરતો આરોપી હતરીયા મગરસીંગ મસાણીયા જે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ રાજકોટ જીલ્લાના હડાળા ખાતે હોવાની બાતમી હકીકતના આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપી આપ્યો છે.
[ad_2]
Source link